અબોલની માનવતા – વાંદરો પહોંચ્યો પોતાને ખવડાવનારની અંતિમયાત્રામાં, હાથથી ઉઠાડવા લાગ્યો- જુઓ ભાવુક દ્રશ્યો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રાણી(Animles)ઓ એટલા વફાદાર હોય છે કે પોતાને ખવડાવનાર લોકોને કદી પણ ભૂલતા નથી અને અંતિમ સમય સુધી પોતાની આ ફરજ અદા કરે છે. એવું જ કઇંક જોવા મળ્યું છે શ્રીલંકા(Srilanka) માં. અહીં પોતાને ખવડાવનાર એક માણસનું મોત થઈ જતા એક વાંદરો આઘાત પામ્યો હતો અને શોક દર્શાવવા માણસોની જેમ તેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો.

 

પ્રાપ્ત જાણકારી મુજબ શ્રીલંકાના  બટ્ટીકોલોઆના(Batticaloa) રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજન(Pithambaram Rajan) નિયમિત રીતે મૂંગા પ્રાણી(Animles)ઓને ખવડાવતા હતા. મૂંગા પ્રાણીઓનું પેટ ભરવાની તેમની નેમ હતી અને તેઓ દરરોજ વાંદરા સહિતના પશુઓ અને પ્રાણીઓને ભોજન(Food) આપતા હતા. પરંતુ તાજેતરમાં બીમારીને કારણે 17 ઓક્ટોબરે રાજનનું મોત થતા પ્રાણીઓ ગમગીન થયા હતા. એક વાંદરા(Monkey)ને પણ રાજનના મોતનો ભારે આઘાત લાગ્યો હતો અને તે અંતિમયાત્રામાં આવી પહોંચ્યો હતો. અહીં વાંદરો તેમના મૃતદેહ પાસે બેસી ગયો હતો અને તેને હાથથી ઉઠાડવા લાગ્યો હતો. આ જોઈને ત્યાં હાજર રહેલા લોકો રડવા લાગ્યા હતા. આ ભોળા અને મૂંગા પ્રાણીને શું ખબર કે તે હવે ક્યારેય ઉઠવાનો નથી. એક પ્રાણીમાં માણસ માટે કેટલી કરુણા છે તે આ વાત પરથી સમજી શકાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઇ મેટ્રોમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી- તેમ છતાં આ યુવાને પોતાના માટે અલગ જ અંદાજમાં બનાવી જગ્યા- તમે પણ જુઓ કઈ રીતે કર્યો જુગાડુ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment