ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેની સરકારે પોતાના દેશમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજપક્ષે કહ્યું છે કે 'સરકાર ટૂંક સમયમાં તેના પર સંસદમાં બિલ લાવશે. બિલ પર લાંબા સમયથી વિચારણા કરવામાં આવતી હતી પરંતુ, કાયદો બની શક્યો નથી. જો કે, દેશમાં ગાયનું માંસ ખાવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને તેની આયાત પણ ચાલુ જ રહેશે એમ પણ રાજપક્ષે જણાવ્યું હતું.
# શ્રીલંકામાં ઘણા સમયથી માંગ ઉઠી હતી–
રાજપક્ષે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન પણ છે. શ્રીલંકામાં બૌદ્ધ લોકોની મોટી વસ્તી છે. જો કે તેમના દેશમાં 99% લોકો માંસાહારી છે. પરંતુ હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મનું પાલન કરતા લોકો માંસ (ગાયનું માંસ) ખાતા નથી. એક અહેવાલ અનુસાર બુદ્ધ સમુદાયના લોકો ગાયની હત્યાને રોકવા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતાં. જેમની માંગ પર શ્રીલંકા સરકારે કાયદો લાવવાનું મન બનાવ્યું છે.
# ગૌમાંસની આયાત પર કોઈ પ્રતિબંધ નથી —
રાજપક્ષે સ્પષ્ટ કર્યું નથી કે દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ ક્યારથી લાગુ થશે. તેમ છતાં આયાત પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, એમ જણાવ્યું છે. આનો અર્થ એ છે કે ગાયની માંસ ખાવાનું પ્રતિબંધિત નથી. અહેવાલો અનુસાર, રાજપક્ષેના પ્રસ્તાવનો શાસક પક્ષના કોઈ સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો નથી. પાર્ટીએ હંમેશાં સ્પષ્ટ કર્યું છે કે તે વોટ બેંક માટે લઘુમતીઓને ખુશ કરવા માટે કોઈ નિર્ણય લેશે નહીં. આથી હાલ આ મુદ્દે કોઈ વિપક્ષી પાર્ટીએ વિરોધ કર્યો નથી.