ભારતના આ પાડોશી દેશમાં એક સપ્તાહની અંદર ફરી એક વખત લાગુ કરાઈ ઈમરજન્સી-કાર્યવાહક રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આર્થિક અને રાજકીય સંકટનો(Economic Crisis) સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.

આ કારણે શ્રીલંકામાં આજથી ફરી એક વખત ઈમરજન્સી(Emergency) લાગુ કરી દેવામાં આવી છે. 

કાર્યવાહક રાષ્ટ્રપતિ(Acting President) રાનિલ વિક્રમસિંઘેએ(Ranil Wickramasinghe) સ્ટેટ ઈમરજન્સી(State emergency) માટે આદેશ આપ્યો છે. 

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને કાયદો, વ્યવસ્થા તથા જરૂરી ચીજ-વસ્તુઓની સુચારૂ આપૂર્તિ માટે 18મી જુલાઈથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી રહી છે.

અગાઉ 13 જુલાઈના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ(EX President) ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakse) વિરૂદ્ધ ભારે જનાક્રોશ અને પ્રદર્શનોને પગલે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *