ઇઝરાયલમાં છેલ્લા બે જ વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આ વખતે ઈસ્લામિક પાર્ટી' રામ' કિંગમેકર ભૂમિકામાં છે જે એક કટર અરબ ઈસ્લામિક પાર્ટી છે. ઇઝરાયેલના દક્ષિણ પંથી માનવામાં આવતી બેન્જામિન ની લિકુડ પાર્ટી સરકાર બનાવવાની હોડમાં અગ્રેસર છે. પરંતુ જો તેમણે ફરીથી વડાપ્રધાન બનવું હશે તો 'રામ 'નો સહારો લેવો પડશે એટલે કે ઈસ્લામિક પાર્ટીની સાથે ગઠબંધન કરવું પડશે.
બેન્જામિન પોતાના કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતા છે.જ્યારે
'રામ'પાર્ટી ની વિચારધારા તેમનાથી એકદમ જ અલગ છે. 'રામ' પાર્ટી આરબ રહેવાસીઓ નું નેતૃત્વ કરે છે.
હવે જોવાનું એ છે કે ' રામ' તેના અપ્રાકૃતિક સહયોગી કહેવાતા લિકુડ પાર્ટી ને સમર્થન આપે છે કે નહીં.