ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
કાબુલ એરપોર્ટ પાસે જે નાગરીકો વિદેશ જવા માટે ગીરદી કરી રહ્યા હતા તેમના પર તાલિબાને કાર્યવાહી કરી છે.
આશરે 150 લોકોના એરપોર્ટ થી અપહરણ કરવામાં આવ્યા છે.
અપહરણ થયેલા લોકો માંથી વધુ પડતા લોકો ભારતીય છે જેઓ એરપોર્ટમાં એન્ટ્રી મેળવવા માટે એરપોર્ટ પાસે મોજૂદ હતા.
જોકે તાલિબાને સ્પષ્ટતા કરી છે કે જે લોકોને લઈ જવામાં આવ્યા છે તેઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.