ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટની બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ ડ્રોન હુમલાથી આપી દીધો હોય પરંતુ તાલિબાનનો ડર સતત વધતો જઈ રહ્યો છે.
અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનુ નિયંત્રણ તાલિબાનને સોંપી દીધુ છે. જે બાદ એરપોર્ટ ખાલી કરાવવાનુ કામ તાલિબાન લડવૈયાઓએ શરૂ કરી દીધું છે.
આ અંગે માહિતી આપતા ગ્રુપના ઓફિસર ઈનહામુલ્લાહ સામાનગનીએ કહ્યું કે, હવે અમેરિકી સૈનિકોનુ એરપોર્ટના એક નાના ભાગ પર નિયંત્રણ છે, જેમાં એક એવો વિસ્તાર પણ સામેલ છે જ્યાં એરપોર્ટની રડાર સિસ્ટમ સ્થિત છે.
અધિકારીએ જણાવ્યુ કે તાલિબાને લગભગ બે અઠવાડિયા પહેલા એરપોર્ટ મેન ગેટ પર વિશેષ દળની એક યુનિટ તૈનાત કરી હતી. જે એરપોર્ટની સુરક્ષા અને તકનીકી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતા.
યુએસે તાલિબાનને એરપોર્ટના ગેટનુ નિયંત્રણ એવા સમયે સોંપ્યુ છે જ્યારે કેટલાક દિવસ પહેલા 26 ઓગસ્ટે ISIS-K આતંકવાદીઓએ સુવિધાના પૂર્વી ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 170 અફઘાન અને 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા.
ટોકિયો પેરાલમ્પિકસ 2020માં ભારતને સૌથી મોટો ઝટકો, આ ખેલાડીએ ગુમાવ્યો બ્રોન્ઝ મેડલ; જાણો વિગતે