US Shooting| અમેરિકામાં બેવડો ગોળીબાર વ્હાઇટ હાઉસથી ટેક્સાસ સુધી ફેલાયો ડર, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ

US Shooting| ઈરાનઅમેરિકા તણાવ વચ્ચે દેશમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો; બે ઘટનાઓમાં અનેક લોકોના મોત અને ઈજાના સમાચાર.

by Janvi Soni
US Shooting| અમેરિકામાં બેવડો ગોળીબાર વ્હાઇટ હાઉસથી ટેક્સાસ સુધી ફેલાયો ડર, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ

 

News Continuous Bureau | Mumbai

US Shooting| ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે અમેરિકામાં એક પછી એક ગોળીબારની ઘટનાઓ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યાની ઘટના તાજી જ હતી, ત્યાં હવે ટેક્સાસમાંથી પણ ગોળીબારના સમાચાર મળ્યા છે. ૨૪ કલાકની અંદર બનેલી આ બે ઘટનાઓએ અમેરિકી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

વ્હાઇટ હાઉસ ડિનર પર હુમલો

શનિવારે રાત્રે વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન એક ગંભીર હુમલો થયો, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કેબિનેટના અધિકારીઓ હાજર હતા. હુમલાખોરે પૂર્વ આયોજિત કાવતરા સાથે આ હુમલો કર્યો હતો. જોકે, સીક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે હુમલાની ગંભીરતા દર્શાવે છે. હુમલાખોર હાલ અમેરિકી એજન્સીઓની કસ્ટડીમાં છે.

ટેક્સાસના બારમાં ગોળીબાર, ૨ ના મોત

આ ઘટનાના થોડા કલાકોમાં જ ટેક્સાસના મિડલેન્ડ વિસ્તારમાં ‘ફેયર ટુ મિડલેન્ડ’ નજીક એક બાર પાસે ગોળીબારની બીજી ઘટના બની. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતા બે લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે હાજર એક ઓફ-ડ્યુટી પોલીસ અધિકારીએ સમયસૂચકતા વાપરીને હુમલાખોર પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો

૨૪ કલાકમાં બનેલી આ બે મોટી ઘટનાઓએ સમગ્ર અમેરિકામાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિમાં આંતરિક રીતે દેશમાં આવી હિંસા વધવી એ વહીવટીતંત્ર માટે મોટો પડકાર છે. પોલીસ હાલ આ બંને ઘટનાઓના સંબંધો તપાસી રહી છે અને શું કોઈ સંગઠિત કાવતરું છે કે કેમ તે અંગે વધુ માહિતી મેળવી રહી છે. ટેક્સાસ રેન્જર્સ આ કેસની તપાસ કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price Today| સોનું થયું સસ્તું! ભાવમાં જંગી ઘટાડો થતા ખરીદદારોની ભીડ, જાણો આજે કેટલા ઘટ્યા સોનાચાંદીના ભાવ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More