Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની

Kaju Katli History| આજે દરેક તહેવારની શાન ગણાતી કાજુ કતરી ની શરૂઆત કોઈ રાજમહેલના રસોડામાં નહીં, પરંતુ એક ઐતિહાસિક જેલમાં થઈ હતી.

by Janvi Soni
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની

 

News Continuous Bureau | Mumbai

Kaju Katli History| દિવાળી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, કાજુ કતરી વગર મીઠાઈની થાળી અધૂરી લાગે છે. આ મીઠાઈ આજે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે, પરંતુ તેનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ અને સંઘર્ષમય છે. આ લોકપ્રિય મીઠાઈની ઉત્પત્તિ લગભગ ૪૦૦૪૧૦ વર્ષ જૂની છે, જે મુઘલ બાદશાહ જહાંગીરના શાસનકાળ અને ગ્વાલિયરના કિલ્લાની જેલ સાથે જોડાયેલી છે.

ગ્વાલિયરના કિલ્લામાં અવિષ્કાર

ઐતિહાસિક અહેવાલો અનુસાર, ૧૬૧૭ થી ૧૬૧૯ દરમિયાન જ્યારે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદ સાહેબ અને ૫૨ હિન્દુ રાજાઓ ગ્વાલિયરના કિલ્લામાં નજરકેદ હતા, ત્યારે ગુરુએ ત્યાંના કેદીઓની સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે બાદશાહ જહાંગીરે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો, ત્યારે આ ઐતિહાસિક મુક્તિના સન્માનમાં શાહી રસોઈયાએ કાજુને પીસીને એક ખાસ મીઠાઈ તૈયાર કરી હતી, જેને આજે આપણે ‘કાજુ કતરી’ તરીકે ઓળખીએ છીએ.

પોર્ટુગીઝ ડ્રાય ફ્રૂટ અને મરાઠા રસોઈ કળા

ભારતમાં કાજુ ૧૬મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા બ્રાઝિલથી ગોવા લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં કાજુના છોડનો ઉપયોગ માત્ર જમીનના ધોવાણને રોકવા માટે થતો હતો, પરંતુ ભારતીય રસોઈયાઓએ તેમાં પોતાની કુશળતા ઉમેરી. મરાઠા રસોઈયાઓએ કાજુને પીસીને અને ખાંડની ચાસણીમાં પકવીને તેને નક્કર સ્વરૂપ આપ્યું, જેને શરૂઆતમાં ‘કાજુ બરફી’ તરીકે ઓળખવામાં આવતી હતી.

મુઘલ દરબારથી વિશ્વભરમાં લોકપ્રિયતા

કાજુ કતરીને તેનો ખાસ ‘ડાયમંડ’ શેપ અને ચાંદીના વરખનો શણગાર મુઘલ દસ્તરખ્વાન (શાહી ભોજન) માંથી મળ્યો છે. શાહી રસોઈયાઓએ તેને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં કેસર અને ચાંદીના વરખનો ઉપયોગ શરૂ કર્યો. ‘કતરી’ નામ તેના કાપવાની ખાસ પદ્ધતિ પરથી પડ્યું છે. આજે આ મીઠાઈ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે, જે પોર્ટુગીઝ ડ્રાય ફ્રૂટ, મરાઠા કળા અને મુઘલ ઈતિહાસના મિલનનું પ્રતીક છે.

👉 આ સમાચાર વાચો:
US Shooting| અમેરિકામાં બેવડો ગોળીબાર વ્હાઇટ હાઉસથી ટેક્સાસ સુધી ફેલાયો ડર, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More