News Continuous Bureau | Mumbai
થાઈલેન્ડ(Thailand) એશિયાનો(Asia) એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજો(marijuana) પીવો અને ઘરમાં તેની ખેતીને(Farming) કાયદાકીય મંજૂરી(Legal approval) આપી દીધી છે.
થાઈલેન્ડના લોકો હવે માત્ર ગાંજો પી શકશે નહીં પરંતુ તેને શાકભાજી(Vegetables) તરીકે ઉગાડી શકશે.
થાઈ સરકારે(Thai government) તેની પ્રતિબંધિત દવાઓની સૂચિમાંથી ગાંજાને દૂર કરી દીધું છે.
જોકે શોખથી ગાંજો પીવા માટે હજી પણ પ્રતિબંધ છે.
એટલું જ નહીં સરકારે વેચવાના ગાંજાના ટીએચસી લેવલ(THC level) ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેનો હેતુ લોકોને ગાંજો ફૂંકીને નશો કરતા રોકવા અને તેનો ઉપયોગ ફક્ત દર્દથી રાહત મેળવવા માટે છે.
થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી(Minister of Health) અનુતિન ચાર્નવિરાકૂલે(Anutin Charnvirakule) આ અંગે જાહેરાત કરી.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો- પત્નીની સાથે નાળામાં પડ્યા નેતાજી- જુઓ વિડીયો