News Continuous Bureau | Mumbai
શુક્રવારે રાત્રે થાઇલેન્ડ(Thailand)ની એક નાઇટ ક્લબ(Night club)માં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા 14 લોકોના મોત થયા છે અને ૧૦ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ થાઇલેન્ડના ચોનુબરીના(Chon bari) સટ્ટાહિપ જિલ્લામાં(Sattahip District) આવેલી નાઇટક્લબમાં આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના(Bangkok) દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી(Mountain B) નાઇટ ક્લબમાં રાત્રે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત થાઇલેન્ડના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા
રાહત બચાવ કાર્ય સાથે જાેડાયેલા લોકોના હવાલાથી સ્થાનિક અખબારે મૃતકઆંક ૪૦નો બતાવ્યો છે. આ નાઇટ ક્લબ ખૂબ જ જાણીતી છે અને અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ(Indian tourists) પણ આવતાં હોય છે. સોશિયલ મીડિયામાં(social media) વાયરલ થયેલા વીડિયોમાં જાેઇ શકાય છે કે, લોકો આગ લાગ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. લોકોની ચીખો સંભળાઇ રહી છે. જાેકે, હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી. અગાઉના પ્રાથમિક અહેવાલો અનુસાર, આ અગ્નિકાંડમાં 14ના મોત થયા હતા જ્યારે ૪૧ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૯ પુરુષો અને ૪ મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફ્લુ તા લુઆંગ(Luang) પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા કામગીરી હાથ ધરી હતી. સાથે જ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે.
13 people died and 37 were injured in a fire during the early hours of Friday August 5 in a nightclub in the province of Chonburi southeast of Bangkok pic.twitter.com/06g8gHgExP
— (@72powpow) August 5 2022