ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
એક તરફ આખા વિશ્વમાં વેક્સિન નો અભાવ છે અને લોકો કીડા મકોડા ની જેમ મરી રહ્યા છે ત્યારે બીજી તરફ ધનવાન ફાર્માસ્યુટિકલ કંપનીઓ એ કોરોના ની વેક્સિન ની પેટન્ટ આપવાથી ઇનકાર કરી દીધો છે. જર્મની કંપની બાયો એન્ડ ટેક કંપનીના સીઈઓ ઉગુર સચિન એ રોકાણકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આવનાર 9 થી 12 મહિનાની અંદર સમગ્ર વિશ્વમાં પૂરતી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ હશે. આ પરિસ્થિતિમાં વિશ્વ શાંતિ જાળવવાની જરૂર છે અને હાલ પેટન્ટ આપવાનો કોઈ મતલબ નથી.
આ ભાઈને છે ૧૬ પત્ની અને ૧૫૧ બાળકો; બનવા માંગે ૧૦૦૦ બાળકોના પિતા, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક એ પણ જણાવ્યું હતું કે અભણ અને અશિક્ષિત જેવા દેશોને કોરોના ની વેક્સિનટ ની પેટન્ટ ન આપવી જોઈએ. આ ઉપરાંત જર્મનીએ પણ આ વાતનો વિરોધ કર્યો છે. આથી હવે અનેક કંપનીઓ આ પેટન્ટ આપવાથી બચવા માંગે છે જેથી તેમનો નફો વધી શકે.