News Continuous Bureau | Mumbai
Titanic Gold Pocket Watch : ટાઇટેનિક વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા જહાજોમાંનું એક હતું. જે તેની પ્રથમ સફર દરમિયાન 15 એપ્રિલ 1912ની સવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. વર્ષ 1912માં સમુદ્રમાં ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજ સાથે જોડાયેલી ઘણી માહિતીઓ સંપૂર્ણ રીતે બહાર આવી નથી. દરમિયાન 112 વર્ષ પહેલા ડૂબી ગયેલા વિશ્વના સૌથી મોટા જહાજ ટાઈટેનિકના મુસાફરની સોનાની ખિસ્સા ઘડિયાળ ( Pocket watch ) ની તાજેતરમાં હરાજી ( Auction ) કરવામાં આવી, જે $1.1 મિલિયનમાં વેચાઈ. હરાજીના અધિકારી એન્ડ્ર્યુ એલ્ડ્રિજે કહ્યું કે આ એક વર્લ્ડ રેકોર્ડ છે.
Titanic Gold Pocket Watch : હરાજીમાં સૌથી વધુ બોલી £1.46 મિલિયન ડોલર
મીડિયા રિપોર્ટ મુજબ ટાઈટેનિકના સૌથી ધનિક મુસાફરના શરીર પરથી મળેલી સોનાની ઘડિયાળની ગત સપ્તાહે ઈંગ્લેન્ડમાં હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં સૌથી વધુ બોલી £1.46 મિલિયન ડોલર એટલે કે રૂ. 12 કરોડથી વધુ હતી. હરાજી કરનાર હેનરી એલ્ડ્રિજ એન્ડ સને જણાવ્યું હતું કે આ હરાજી એ વાતનો પુરાવો છે કે વેચાઈ રહેલા સામાન કેટલો અનોખો છે. તે એ પણ દર્શાવે છે કે લોકો હજુ પણ ટાઇટેનિકની વાર્તાને લઈને ઉત્સાહિત છે. 112 વર્ષ પહેલા ડૂબી ગયેલા જહાજ વિશે હજુ પણ ચર્ચા છે. આ જહાજના ડૂબવાની વાત તેના પર સવાર 2200 લોકોની વાર્તાઓ સાથે પણ જોડાયેલી છે.
Titanic Gold Pocket Watch : પાણીમાં ડૂબી જવા છતાં આ ઘડિયાળ સંપૂર્ણપણે ઠીક
રિપોર્ટ મુજબ આ 14 કેરેટ સોનાની વોલ્થમ પોકેટ ઘડિયાળ ઉદ્યોગપતિ જ્હોન જેકબ એસ્ટર IV ની હતી.. જેને એક અમેરિકને ખરીદી છે. ઘડિયાળ પર ઉદ્યોગપતિના નામ JJA કોતરેલા છે. 15 એપ્રિલ, 1912ના રોજ ટાઇટેનિકના ડૂબી જવાથી એસ્ટાયરનું મૃત્યુ થયું હતું. ત્યારે તેમની ઉંમર 47 વર્ષની હતી. તે સમયે તેમની ગણના વિશ્વના સૌથી ધનિક માણસોમાં થતી હતી. હરાજી કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર્નલ એસ્ટરના પરિવારને પરત કર્યા બાદ તેમના પુત્રએ આ ઘડિયાળ પહેરી હતી અને પાણીમાં ડૂબી જવા છતાં આ ઘડિયાળ સંપૂર્ણપણે ઠીક હતી..
આ સમાચાર પણ વાંચો : સરકારના વિવિધ પગલાઓ લેવા છતાં, દેશમાં રોકડનો ઉપયોગમાં થયો ભરખમ વધારોઃ રિપોર્ટ.. જાણો વિગતે…
Titanic Gold Pocket Watch : અકસ્માતના એક સપ્તાહ બાદ આ મોંઘી ઘડિયાળ સાથે એસ્ટરનો મૃતદેહ મળી આવ્યો
અહેવાલો મુજબ ટાઈટેનિક ડૂબતી વખતે એસ્ટર કોઈક રીતે તેની પત્ની મેડેલીનને લાઈફ બોટમાં લઈ આવ્યો હતો. તેમના પ્રયાસોથી તેમની પત્નીનો જીવ બચી ગયો પરંતુ એસ્ટર જહાજની સાથે દરિયામાં ડૂબી ગયો. અકસ્માતના એક સપ્તાહ બાદ આ મોંઘી ઘડિયાળ સહિત તેની અંગત ચીજવસ્તુઓ સાથે એસ્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો