Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..

Trump Trade War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ પર વળતો પ્રહાર કરતા ચીને બુધવારે કહ્યું કે જો અમેરિકા વેપાર પ્રતિબંધોના રૂપમાં યુદ્ધ શરૂ કરે છે, તો તે તેની સામે લડવા માટે "સંપૂર્ણપણે તૈયાર" છે. ચીને એ પણ સ્પષ્ટ કર્યું કે જો અમેરિકાએ વેપાર યુદ્ધ ચાલુ રાખવાનું મન બનાવી લીધું છે તો ડ્રેગન આ યુદ્ધ અંત સુધી લડશે.

by kalpana Verat
Trump Trade War US wants war we are ready for it China sharp reaction to Trump new tariff policy

 

Trump Trade War: ટેરિફ યુદ્ધ વધુ ઘેરું બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જે 4 માર્ચની મધ્યરાત્રિથી અમલમાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. હવે આ દેશો પણ અમેરિકન રાષ્ટ્રપતિને એ જ રીતે જવાબ આપી રહ્યા છે.

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા અમેરિકન અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા ટેરિફ પગલાની અસર હવે અમેરિકા પર જ પડી રહી હોય તેવું લાગે છે. અમેરિકા આજે વિશ્વ શક્તિ હોવા છતાં, તેણે જે રીતે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા છે. આ દેશો હજુ પણ એ જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Trump Trade War: આર્થિક મોરચે આ લડાઈ અંત સુધી લડવાના મૂડમાં

જણાવી દઈએ કે, સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મંગળવાર એટલે કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે હવે આમાં વિલંબનો કોઈ અવકાશ નથી. આ પછી, કેનેડા ગુસ્સે છે અને આર્થિક મોરચે આ લડાઈ અંત સુધી લડવાના મૂડમાં છે.

Trump Trade War: કેનેડા કરો યા મરોના મૂડમાં 

હકીકતમાં, ટ્રમ્પે ઉર્જા આયાત સિવાય કેનેડાથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરતાની સાથે જ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 30 અબજ કેનેડિયન ડોલરની અમેરિકન આયાત પર ટેરિફ લાદીને બદલો લીધો. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર વધારાનો 25 ટકા સરચાર્જ પણ લાદ્યો છે. ઉપરાંત, જસ્ટિન ટ્રુડોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ટ્રુડોએ ટ્રમ્પ પર કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો જેથી તેઓ તેમના દેશને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભેળવી દેવાની યોજનાને આગળ ધપાવી શકે.

Trump Trade War: ચીન અંત સુધી લડવા માટે તૈયાર

તો બીજી તરફ ચીનના યુએસ દૂતાવાસે જણાવ્યું કે, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે તેને અંત સુધી લડવા માટે તૈયાર છીએ. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી ભારત, ચીન અને અન્ય દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ આવ્યું છે.

 

Join Our WhatsApp Community

You may also like