Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ

અમેરિકી નૌસેના તેલના ટેન્કરોને આપશે સુરક્ષા કવચ, વ્હાઇટ હાઉસનો દાવો - ‘ઓપરેશન એપિક ફ્યુરી’ થી તેલ બજારમાં આવશે સ્થિરતા.

by samadhan gothal
Trump Spending Billions in War Against Iran What Happens if the Conflict Drags On

News Continuous Bureau | Mumbai

Strait of Hormuz Security ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે એશિયાઈ અને પશ્ચિમી દેશોમાં ભારે ફાળ પડી છે. જંગ શરૂ થતાની સાથે જ ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’ ને બંધ કરવાની ધમકી આપી હતી. આ રસ્તા પરથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો ૨૦ ટકા ભાગ પસાર થાય છે. જોકે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગને સુરક્ષિત કરવા માટે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે, જે ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે મોટી રાહત સમાન છે.

અમેરિકી નૌસેના તેલ ટેન્કરોને કરશે એસ્કોર્ટ

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો અમેરિકી નૌસેના હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલના ટેન્કરોને સીધી સુરક્ષા પૂરી પાડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન દ્વારા તેલના પ્રવાહમાં પેદા કરવામાં આવતા અવરોધોને રોકવાનો છે. દરરોજ આ માર્ગે ૧.૫ થી ૨ કરોડ બેરલ કાચું તેલ અને ગેસ પસાર થાય છે. અમેરિકાની આ દખલગીરીથી હવે ઈરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનો પ્રભાવ જમાવી શકશે નહીં.

ઓપરેશન ‘એપિક ફ્યુરી’ અને આર્થિક સુરક્ષા

અમેરિકા હાલમાં ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ ચલાવી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને ખાડી ક્ષેત્રમાં ઉર્જા બજારને સ્થિર કરવા માટે યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા માલવાહક જહાજોને ‘રાજકીય જોખમ વીમો’ આપવાની પણ જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે યુદ્ધના જોખમ છતાં તેલની સપ્લાય ચાલુ રહેશે અને કંપનીઓને આર્થિક નુકસાનનો ડર રહેશે નહીં. અમેરિકી આર્થિક ટીમનું માનવું છે કે તેમની અર્થવ્યવસ્થા આ અસ્થાયી આંચકા સહન કરવા માટે પૂરતી મજબૂત છે.

આ સમાચાર પણ વાંચો : US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો

ભારત માટે કેમ મહત્વના છે આ સમાચાર?

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ મિડલ ઈસ્ટના દેશો પાસેથી ખરીદે છે, જે હોર્મુઝના રસ્તે ભારત પહોંચે છે. જો ઈરાન આ રસ્તો બંધ કરે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે અને મોંઘવારી વધી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, અમેરિકાની આ તાજેતરની કાર્યવાહીથી તેહરાનનો પ્રભાવ ઘટશે અને ઉર્જા ઉદ્યોગને લાંબા ગાળે ફાયદો થશે. હવે ઈરાન ઉર્જાના મુક્ત પ્રવાહને પ્રતિબંધિત કરી શકશે નહીં, જેનાથી ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More