News Continuous Bureau | Mumbai
ટેસ્લાના(Tesla) સીઈઓ(CEO) એલન મસ્ક(Elon musk) અને ટ્વિટરના સીઈઓ(CEO of Twitter) પરાગ અગ્રવાલ(Parag Agarwal) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
આ ટેન્શન વચ્ચે મસ્કના મિત્ર અને ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ(Co-founder Jack Dorsey) કંપનીના બોર્ડમાંથી છુટા થવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સી, 25 મેના રોજ યોજાયેલી બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં(Board of Directors) પુનઃ ચૂંટણીમાં ઊભા રહ્યા નથી.
બોર્ડ મેમ્બરમાંથી(board member) જેક ડોર્સીને હટાવવાનો અર્થ એ છે કે હવે તે સોશિયલ મીડિયાની(Social media) દિગ્ગજ કંપની ટ્વિટરથી સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે.
જેકે કહ્યું કે તેણે કંપની છોડવાનો નિર્ણય લીધો કારણ કે તે માને છે કે કંપની હવે તેના સ્થાપક સભ્યોથી આગળ વધવા માટે તૈયાર છે.
ગયા વર્ષે જેક ડોર્સીએ ટ્વિટર સીઈઓના પદેથી રાજીનામું(Resignation) આપી દીધું હતું. બાદમાં પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઇઓ બનાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત આટલા લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત, રાષ્ટ્રપ્રમુખે કરી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત