અમેરિકાએ સુદાન ને આતંકવાદના પ્રાયોજક દેશની સૂચિમાંથી ખસેડી નાખ્યું છે.
1998 માં તાન્ઝાનિયા અને કેન્યામાં અમેરિકી દૂતાવાસ ઉપર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 224 લોકોના મૃત્યુ થયા હતા આ માટે અમેરિકાએ સુદાન ને આતંકવાદી પ્રાયોજક દેશ ગણાવ્યો હતો. આ હુમલાના વળતર પેટે સુદાને અમેરિકાને 335 મિલિયન ડોલર આપી દીધા.
હવે આ સૂચિમાં ઈરાન, ઉત્તર કોરિયા અને સીરિયા સામેલ છે.
