ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
ઉત્તર ઇંગ્લૅન્ડમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જેને પગલે હાલ તમામ પક્ષો ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ પ્રમોશનલ મટીરિયલને લઈને વિવાદ ઊભો થયો છે.
હકીકતમાં, બ્રિટનના વેસ્ટ યૉર્કશાયરમાં બાટલી ને સ્પેનમાં ગુરુવારે પેટાચૂંટણી યોજાવાની છે. લેબર પાર્ટીએ પેટાચૂંટણીની પ્રચારસામગ્રી PM મોદીને 2019માં G-7 શિખર સંમેલનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે હાથ મિલાવતી તસવીર છાપવામાં આવી છે. એની કૅપ્શનમાં જે લખ્યુ છે એનાથી હોબાળો થઈ ગયો છે. એમાં PM મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કહેવામાં આવી છે. ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વિટર પર એક તસવીરે પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર આલોચના થવા લાગી છે.
આમ આદમીને મોંઘવારીની થપાટ! ઇંધણના ભાવ બાદ હવે આ વસ્તુમાં ઝીંકાયો વધારો ; જાણો વિગતે
આ પ્રચારસામગ્રી મામલે લેબર પાર્ટીના નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ભારતના લેબર ફ્રેન્ડ્સ (LFIN) એ તાત્કાલિક આ પોસ્ટરને હટાવવાની માગ કરી છે. LFINએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ તેના પોસ્ટરમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને બ્રિટનના સૌથી નિકટના મિત્રોમાંથી એક ભારતના વડા પ્રધાનની તસવીરનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાની નિંદા કરી છે. તેમણે આ ચાલને વિભાજનકારી ગણાવી છે.