ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
બ્રિટનમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મોત થયું છે.
પશ્ચિમ લંડનમાં પૈડિંગટનની પાસે એક વેક્સીનેશન કલીનીકની મુલાકાત દરમિયાન વડાપ્રધાન બોરીસ જોન્સને કહ્યું હતું કે, કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થઇ ગયું છે.
તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વાયરસ ખૂબ જ ઝડપથી લોકોની વચ્ચે ફેલાઈ રહ્યો છે, આ માટે સૌથી વધુ જરૂરી વસ્તુ એક જ છે કે, આપણે બુસ્ટર ડોઝ લઇએ.
ઉલ્લેખનીય છે કે બ્રિટને ઓમિક્રોનના સંભવિત ખતરા સામે લડવા માટે દેશમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ શરુ કર્યો છે.
NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, હવે એક્સાઈઝ વિભાગે આ કારણે ફટકારી નોટિસ; જાણો વિગતે