Site icon

દેશમાં યુદ્ધ-જનતા પરેશાન અને પત્ની સાથે ફોટોશૂટ કરાવવા પહોંચી ગયા ઝેલેન્સ્કી-પછી બરાબરના થયા ટ્રોલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

યુક્રેનના રાષ્ટ્રપતિ(Ukraine President) વલોડિમિર ઝેલેન્સ્કી(Volodymyr Zelensky) પોતાના એક ફોટોશૂટ(Photoshoot) માટે ખુબ ટ્રોલ(Troll) થઈ રહ્યા છે. એક મેગેઝિન માટે કરવામાં આવેલા ફોટોશૂટમાં(Magzine Photoshoot) યુદ્ધગ્રસ્ત દેશના(war-torn country) રાષ્ટ્રપતિ પોતાની પત્ની સાથે પોઝ આપતા જાેવા મળી રહ્યાં છે. ઝેલેન્સ્કીનો આ ફોટો સામે આવ્યા બાદ લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ(Russian Preisdent) વ્લાદિમીર પુતિન(Vladimir Putin) દ્વારા જાહેર યુદ્ધને(Russia ukraine war) કારણે યુક્રેન એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ પુતિને યુક્રેનમાં સૈન્ય હુમલાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે.
  
યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધ દરમિયાન દરેક મોર્ચા પર આગળ જોવા મળ્યા. ત્યાં સુધી કે તે સેના સાથે અગ્રિમ મોરચા પર પણ જોવા મળ્યા હતા. રશિયાના મુકાબલે એક નાના દેશના નેતાના રૂપમાં ઝેલેન્સ્કીએની પ્રશંસા બીજા દેશોમાં પણ થઈ હતી. જોકે ૪ મહિનાના જંગ બાદ હવે ઝેલેન્સ્કીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

કારણ વોગ મેગેઝિન માટે તેમનું ફોટોશૂટ છે. તે પોતાની પત્ની અને ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કી સાથે વોગ મેગેઝિનના ડિજિટલ કવરપેજ(Digital Coverpage) માટે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. તસવીરો ઇન્ટરનેટ(Internet) પર વાયરલ(Viral) થઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા પછી આ દેશની સંસદ પણ લોકોએ કબજામાં લઈ લીધી- જુઓ ફોટોગ્રાફ

તસવીરોમાં જોઈ શકાય છે કે ઝેલેન્સ્કી પોતાની પત્ની સાથે ખુરશી પર બેઠેલા છે અને ટેબલ પર એકબીજાનો હાથ પકડ્યો છે. અન્ય તસવીરમાં તે ગળે મળી રહ્યાં છે. સાથે એક બંકરનુમા મહેલમાં તેમણે ફોટો ક્લિક કરાવ્યો છે. આ સિવાય યુક્રેનમાં યુદ્ધની સ્થિતિને ઉજાગર કરવા માટે ઓલેનાએ ટેન્કરો અને સૈનિકોની(Soldiers) પાસે પણ ફોટો ક્લિક કરાવ્યો છે. પરંતુ ફોટોશૂટની ઓનલાઇન ખુબ આલોચના થઈ રહી છે.

Israel-Iran War: ત્રણ મહિના પહેલા જ બની ગયો હતો ખામેનેઈના ખાત્માનો પ્લાન, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનો મોટો ખુલાસો.
US-Iran War Twist:અમેરિકા જંગમાં નવો વળાંક! ખાડી દેશોએ અમેરિકાને બતાવ્યા તેવર; જાણો શું છે નારાજગી પાછળનું અસલી કારણ..
Indian Sailors at Risk Iran War: વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ! ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવથી દરિયાઈ માર્ગો બન્યા અસુરક્ષિત..
Raisina Dialogue 2026: અમેરિકા હવે ભારતને ચીનના ચશ્માથી નહીં જુએ! ટ્રમ્પના નજીકના ક્રિસ્ટોફર લેન્ડાઉનું મોટું નિવેદન; જાણો ટ્રેડ ડીલ પર શું છે નવો પ્લાન
Exit mobile version