News Continuous Bureau | Mumbai
Ukraine Russia Ceasefire :અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેન અને અમેરિકાના પ્રતિનિધિઓ સાઉદી અરેબિયામાં મળ્યા અને યુદ્ધવિરામ પર કરાર કર્યો. યુક્રેન યુદ્ધવિરામ કરાર પર સંમત થયા બાદ, અમેરિકાએ હવે રશિયા સાથે વાતચીત શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન અધિકારીઓ આ મુદ્દા પર પુતિન સાથે વાત કરવા માટે રશિયા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો રશિયા કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો તેને વિનાશક પરિણામોનો સામનો કરવો પડશે.
Putin rejecting the ceasefire now that the ball is in his court probably won’t work out for him.
It would be a direct humiliation of Trump. Who doesn’t tend to take that kind of thing well.pic.twitter.com/S220uTVAtN
— Anatoly Karlin 🧲💯 (@powerfultakes) March 13, 2025
Ukraine Russia Ceasefire : ટ્રમ્પે પુતિનને આપી ચેતવણી
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમને આશા છે કે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થશે. તેમણે કહ્યું કે અમારા પ્રતિનિધિઓ રશિયા જઈ રહ્યા છે. રશિયાનો યુક્રેન સાથેનો 30 દિવસનો યુદ્ધવિરામ કરાર પુતિનને મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આના કારણે તેને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. અમે અમુક પગલાં લઈ શકીએ છીએ જેની તેમના પર નકારાત્મક નાણાકીય અસર પડી શકે છે. આ રશિયા માટે વિનાશક હશે. મને આ નથી જોઈતું કારણ કે મારો ઉદ્દેશ્ય શાંતિ લાવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Sunita Williams Return Postpone :ઈંતજાર ની રાહ લંબાઈ… અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું; આ છે કારણ
Ukraine Russia Ceasefire :શું યુક્રેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો સ્વીકાર્યા?
આ અંગે રશિયાએ કહ્યું કે તે હજુ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ પર પહેલા અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવશે. તે ત્રણેય સ્તરે યુદ્ધ બંધ કરવાની વાત કરે છે – જમીન, હવા અને પાણી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)