Site icon

 મહામારીમાં ભાગ્યશાળી મહિલા.. 90 વર્ષની ઉંમરે ફાઇઝરની વેક્સિન લેનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બન્યાં.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

08 ડિસેમ્બર 2020

Join Our WhatsApp Community

કોરોના મહામારી વચ્ચે બ્રિટને વેક્સિનેશનની શરૂઆત કરી દીધી છે. 90 વર્ષનાં વૃદ્ધા ફાઈઝર કોવિડ-19 વેક્સિન લેનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગયાં છે. માર્ગરેટ કીનાન નામની આ મહિલાને સેન્ટ્રલ ઈંગ્લેન્ડના કોન્વેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિન લીધા પછી તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં પ્રથમ વ્યક્તિ હોવાનું મને ગૌરવ છે.

મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બરના અંત સુધી બ્રિટનમાં 4 લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. જેની માટે બ્રિટન ફાઇજર બાયોએનટેકથી વેક્સીનના 8 લાખ ડોજ ખરીદી રહી છે. કોરોનાની ફાઇજર વેક્સીન દરેક વ્યક્તિને બે ડોજ 21 દિવસના સમયગાળામાં આપવામાં આવશે.

 

મારગ્રેટ કીનન પહેલા જ્વેલરી દુકાનમાં કામ કરી ચુકી છે. અને એક અઠવાડિયા બાદ પોતાનો 91મોં જન્મ દિવસ ઉજવશે. આ વેક્સિન મારા જન્મદિવસ પહેલા શાનદાર ભેટ છે, જેની હું પ્રાર્થના કરી શકુ છું. હવે હું પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકુ છું અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણીમાં સામેલ થઇ શકિશ.”

 

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6 કરોડ 80 લાખ કેસ નોંધાયા છે અને 15 લાખ 51 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 કરોડ 70 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.
Bab-al-Mandeb Strait:હોર્મુઝ બાદ હવે કયા સમુદ્રી રસ્તાને નિશાન બનાવશે ઈરાન? ગ્લોબલ સપ્લાય ઠપ થવાની ભીતિથી દુનિયાભરમાં હાહાકાર!
West Asia Crisis: ટ્રમ્પની ધમકી વચ્ચે ભારતની મોટી કૂટનીતિક હિલચાલ: એસ. જયશંકરને આવ્યો ઈરાનથી કોલ, હોર્મુઝ સંકટ અને તેલ સપ્લાય પર થઈ મહત્વની વાત!
US-Iran Conflict: ઈરાન-અમેરિકા મંત્રણા: મિડલ ઈસ્ટમાં ૪૫ દિવસના યુદ્ધવિરામનો પ્લાન તૈયાર? જાણો શું છે નવા રિપોર્ટમાં.
Exit mobile version