News Continuous Bureau | Mumbai
ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રુસે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસએ વડાપ્રધાન કાર્યાલયમાં માત્ર 45 દિવસ ગાળ્યા બાદ આ રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. તેમના આર્થિક સંકટના કારણે યુકેના બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા લોકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
લિઝ ટ્રસને ટેક્સ કટ અંગેની તેની તમામ નીતિઓ પાછી ખેંચી લેવી પડી હતી. નવા નાણા પ્રધાન જેરેમી હંટે ટેક્સ કટ અંગેની તેમની તમામ નીતિઓ ઉલટાવી દીધી. વીજળી બિલ વધારવા પરનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો. લિઝ ટ્રુસે એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું હતું કે કે હું જે વચનો માટે લડી, તે પૂરા કરી શકી નથી. મેં માહિતી આપી છે કે હવે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી રહી છું. અગાઉ, તેમણે આર્થિક નીતિઓ પર તેમની સરકારના યુ-ટર્ન માટે માફી પણ માંગી હતી. અને તેમની સરકારના પ્રથમ નાણામંત્રીનું રાજીનામું લઈ લીધું હતું. પક્ષ હવે નેતા નક્કી ન કરે ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે.
આ સમાચાર પણ વાંચો: