ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
ચીન, પાકિસ્તાનની ભારત વિરોધી વધુ એક ચાલ યુનાઇટેડ નેશનમાં ઊંઘી પડી. સલામતી સમિતિના પાંચ સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. યુનોની મદદથી પાકિસ્તાન કેટલાક ભારતીય નાગરિકોને આતંકવાદી જાહેર કરાવવા માંગતું હતું. પરંતુ સલામતી સમિતિના પાંચ સભ્ય દેશોએ ભારતને પીઠબળ આપીને પાકિસ્તાનની ચાલને નિષ્ફળ બનાવી હતી.. આ પાંચે દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 'ભારતીય નાગરિકો આતંકવાદી હોય એવો એક પણ સચોટ પુરાવો પાકિસ્તાને આપ્યો નથી માટે આ નામો આતંકવાદી યાદીમાં ઉમેરી શકાય નહીં.'
આ વર્ષના જૂનમાં પણ પાકિસ્તાને ભારતીય નાગરિક વેણુમાધવ ડોંગરા અને અજય મિસ્ત્રીનું નામ આતંકવાદીઓની યાદીમાં નાખાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે અમેરિકાએ અટકાવી દીધો હતો. આ વર્ષે પણ કોઇ ભારતીય નાગરિક આતંકવાદી હોય એવો પુરાવો પાકિસ્તાન રજૂ કરી શક્યું નહોતું.
યુનો ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિએ ટ્વીટ કર્યું છે કે 'યુનોની સલામતી સમિતિની 1267 અલ કાયદા સેંક્શન કમિટિને પોલિટિકલ રંગ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જે દેશોએ ભારતને સાથ આપ્યો એ સૌનો હું જાહેરમાં આભાર માનું છું.' આમ ચીનના જોરે નાચતું પાકિસ્તાન હંમેશાં સામેથી UN મા જઈ ને અપમાનિત થતું હોવા છતાં સુધારતું નથી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…