India-US Trade Deal Update: વ્હાઇટ હાઉસે ભારત પરની કડક શરતો પાછી ખેંચી, $૫૦૦ Billion ની ખરીદીના વિવાદ પર ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન

India-US Trade Deal Update: ફેક્ટશીટમાં ‘ખરીદીની ખાતરી’ શબ્દ હટાવી ‘ખરીદવાનો ઇરાદો’ કરાયો, ડિજિટલ ટેક્સ અને કૃષિ ઉત્પાદનોની શરતોમાં પણ મોટો ફેરફાર.

by Akash Rajbhar
US Changes Stance on India Trade Deal White House Softens Language in Fact Sheet; 'Commitment' Becomes 'Intention'

News Continuous Bureau | Mumbai

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ટ્રેડ ડીલના દસ્તાવેજોમાં અમેરિકાએ ગુપચુપ રીતે ફેરફાર કરી દીધા છે. વ્હાઇટ હાઉસ દ્વારા ફેક્ટશીટ જાહેર કર્યાના માત્ર ૨૪ કલાકમાં જ તેના શબ્દો અને શરતો બદલી નાખવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે કરારના કેટલાક મહત્વના હિસ્સા નરમ પડતા દેખાઈ રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના વેપારના ભાવિ સમીકરણો પર અસર કરી શકે છે.

‘ખાતરી’ ની જગ્યાએ હવે ‘ઇરાદો’ શબ્દનો ઉપયોગ

સૌથી મોટો ફેરફાર તે લાઇન માં કરવામાં આવ્યો છે જેમાં ભારતની ખરીદીનો ઉલ્લેખ હતો. પહેલા વર્ઝનમાં લખ્યું હતું કે ભારત ૫૦૦ અબજ ડોલરથી વધુના અમેરિકી સામાનની ખરીદી કરવા માટે ‘કમિટ’ (ખાતરી) કરે છે. હવે નવા વર્ઝનમાં ‘કમિટ’ ની જગ્યાએ ‘ઇન્ટેન્ડ’ (ખરીદવાનો ઇરાદો ધરાવે છે) શબ્દ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય ઉત્પાદનોની યાદીમાંથી ‘કૃષિ’ અને ‘કેટલીક દાળો’ જેવા શબ્દો પણ હટાવી દેવાયા છે.

આ સમાચાર પણ વાંચો : Shreyas Talpade FIR: રીલ લાઈફના હીરો પર રીયલ લાઈફમાં ‘કૌભાંડ’ નો ડાઘ! શ્રેયસ તલપડે વિરુદ્ધ કેમ નોંધાઈ ફરિયાદ? જાણો બેંક કૌભાંડની આખી ઇનસાઇડ સ્ટોરી

ડિજિટલ સર્વિસ ટેક્સ પર પણ અમેરિકાનું વલણ બદલાયું

ડીજિટલ ટ્રેડ અંગે પણ અમેરિકાના વલણમાં નરમાશ જોવા મળી છે. અગાઉ ફેક્ટશીટમાં સ્પષ્ટ લખ્યું હતું કે “ભારત ડિજિટલ સર્વિસ ટેક્સ હટાવશે”. જોકે, હવે સુધારેલી ફેક્ટશીટમાં ટેક્સ હટાવવાનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે માત્ર એટલું લખવામાં આવ્યું છે કે ભારત મજબૂત દ્વિપક્ષીય ડિજિટલ ટ્રેડ નિયમો પર વાતચીત કરવા માટે તૈયાર છે. આ ફેરફાર ભારત માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

માર્ચમાં ફાઈનલ ડીલ પર થઈ શકે છે હસ્તાક્ષર

ગયા અઠવાડિયે જાહેર થયેલા ઢાંચા મુજબ, અમેરિકા ભારતીય સામાન પરના ટેક્સને ૫૦% થી ઘટાડીને ૧૮% કરશે. બદલામાં ભારત અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો પર ટેક્સ ઓછો કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો ૨૫% વધારાનો ઇમ્પોર્ટ ટેક્સ પણ હટાવી દીધો છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવ્યો હતો. બંને દેશો માર્ચના મધ્ય સુધીમાં આ ફાઈનલ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યા છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More