Site icon

US-Iran Conflict Update: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીને ઈરાને ઘોળીને પીધી, જિનેવા મંત્રણા બાદ જેડી વેન્સે યુદ્ધના સંકેત આપ્યા.

US-Iran Conflict Update:ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈનો પલટવાર: અમેરિકી યુદ્ધજહાજો ડૂબાડવાની આપી ધમકી; હોર્મુઝની સામુદ્રધુનીમાં લાઈવ-ફાયર ડ્રીલથી તણાવ ચરમસીમાએ.

US-Iran Conflict Update 'Guiding Principles' agreed but Trump’s 'Red Lines' remain a flashpoint; War fears loom as tensions escalate.

US-Iran Conflict Update 'Guiding Principles' agreed but Trump’s 'Red Lines' remain a flashpoint; War fears loom as tensions escalate.

News Continuous Bureau | Mumbai

US-Iran Conflict Update:તેહરાનના પરમાણુ કાર્યક્રમને લઈને જિનેવા ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી પરોક્ષ વાટાઘાટોમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર સહમતી બની છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું કે બંને પક્ષો એક સંભવિત કરારના ડ્રાફ્ટ પર કામ કરવા રાજી થયા છે. જોકે, આ પ્રગતિ વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી ‘રેડ લાઈન્સ’ (મર્યાદાઓ) સ્વીકારવા તૈયાર નથી.વેન્સે મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન માત્ર પરમાણુ કાર્યક્રમ જ નહીં, પરંતુ તેના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ અને પ્રાદેશિક સશસ્ત્ર જૂથોને આપવામાં આવતી મદદ પણ બંધ કરે. જો કૂટનીતિ નિષ્ફળ જશે, તો ટ્રમ્પ પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે.

Join Our WhatsApp Community

ટ્રમ્પની ‘રેડ લાઈન્સ’ અને જંગની આશંકા

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે કૂટનીતિ ક્યારે સમાપ્ત થશે તેનો નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ લેશે. વેન્સે ચેતવણી આપી છે કે જો ઈરાન શરતો નહીં માને, તો અમેરિકા સખત પગલાં લઈ શકે છે. બીજી તરફ, ઈરાન આ વાટાઘાટોને માત્ર પરમાણુ મુદ્દા સુધી જ મર્યાદિત રાખવા માંગે છે અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાંથી તાત્કાલિક રાહત ઈચ્છે છે.

આ સમાચાર પણ વાંચો : Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

ખામેનેઈનો પડકાર અને યુદ્ધ અભ્યાસ

વાટાઘાટો ચાલુ હતી તે દરમિયાન જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાને સીધો પડકાર ફેંકતા કહ્યું કે ઈરાન પાસે અમેરિકી યુદ્ધજહાજોને ડૂબાડવાની ક્ષમતા છે. આ નિવેદન બાદ ઈરાની મીડિયાએ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ‘લાઈવ-ફાયર ડ્રીલ’ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમેરિકાએ પણ ઈરાન તટથી માત્ર ૭૦૦ કિમી દૂર ‘USS અબ્રાહમ લિંકન’ સહિત બે વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે.

ઈરાનની આર્થિક મજબૂરી અને પરમાણુ બોમ્બનો ખતરો

ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પુનરોચ્ચાર કર્યો છે કે તેમનો દેશ પરમાણુ હથિયાર બનાવવા માંગતો નથી અને તેઓ આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર છે. જોકે, પશ્ચિમી દેશોને આશંકા છે કે ઈરાન ગુપ્ત રીતે બોમ્બ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાની પરમાણુ સાઈટ્સ પર કરાયેલી બોમ્બમારી બાદ સ્થિતિ વધુ નાજુક બની છે.

Gold-Silver Price Surge: બજારમાં કડાકો! ચાંદીના ભાવમાં ₹12,000 નો તોતિંગ વધારો, સોનાના ભાવે પણ તોડ્યા તમામ રેકોર્ડ
US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Stock Market Opening:બજારમાં ‘બુલ રન’: US-ઈરાન સીઝફાયરના કારણે રોકાણકારો પર થઈ પૈસાની વર્ષા, સેન્સેક્સમાં મોટો બ્લાસ્ટ
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
Exit mobile version