Site icon

US Iran Nuclear Talks 2026: જંગ કે મંત્રણા? ઓમાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો નિષ્ફળ, ટ્રમ્પે નવા પ્રતિબંધો લાદતા સ્થિતિ વણસી

US Iran Nuclear Talks 2026: "ઈરાનને કોઈ પણ કિંમતે પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ" - ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી; આગામી સપ્તાહે ફરી યોજાશે બેઠક, ગલ્ફ દેશોએ મંત્રણાનું કર્યું સ્વાગત.

US-Iran Nuclear Talks in Oman End Without Result; Trump Imposes New Sanctions but Announces Next Round of Meeting.

US-Iran Nuclear Talks in Oman End Without Result; Trump Imposes New Sanctions but Announces Next Round of Meeting.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીને લઈને ઓમાનમાં યોજાયેલી પ્રથમ તબક્કાની મંત્રણા કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી. મસ્કત ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ધ્યાન પરમાણુ કરાર પર જ રહ્યું હતું. બેઠક અનિર્ણિત રહેતા નારાજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જોકે તેમણે વાતચીતના દરવાજા ખુલ્લા રાખતા આગામી સપ્તાહે ફરીથી બેઠક યોજવાનું એલાન કર્યું છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરા વલણ સાથે જણાવ્યું હતું કે, “ઈરાન ડીલ કરવા માંગે છે અને અમે તેમને થોડો સમય આપી રહ્યા છીએ. અમે આવતા અઠવાડિયે ફરીથી બેસીશું, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર બનાવવા દેવામાં આવશે નહીં.” અગાઉ ટ્રમ્પે ઈરાન પાસેથી માલ કે સેવાઓની આયાત કરનારા દેશો પર 25% ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

ઈરાનનું વલણ: વાતચીતને ગણાવી સકારાત્મક શરૂઆત

બીજી તરફ, ઈરાને ઓમાનમાં થયેલી આ ચર્ચાને એક ‘સકારાત્મક શરૂઆત’ ગણાવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે બેઠકમાં માત્ર પરમાણુ મુદ્દાઓ પર જ ચર્ચા થઈ હતી અને અન્ય કોઈ વિષયને તેમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. ઈરાન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે તેનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ માત્ર નાગરિક ઉપયોગ (વીજળી ઉત્પાદન વગેરે) માટે જ છે.

આ સમાચાર પણ વાંચો :  Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી

અમેરિકા અને ઈઝરાયેલની શું છે માંગ?

અમેરિકાના માધ્યમથી ઈઝરાયેલ સતત માંગ કરી રહ્યું છે કે ઈરાન તેના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર રોક લગાવે અને પ્રાદેશિક સશસ્ત્ર જૂથોને સમર્થન આપવાનું બંધ કરે. જોકે, ઈરાને હંમેશા આ મુદ્દાઓને પરમાણુ મંત્રણાથી અલગ રાખ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાન આશાવાદી છે કે અમેરિકી પ્રતિનિધિઓ યુરેનિયમ સંવર્ધન પાછળનો તેનો તર્ક સમજી રહ્યા છે.

ગલ્ફ દેશોમાં શાંતિની આશા

ખાડી દેશોએ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલી વાતચીતની પ્રક્રિયાનું સ્વાગત કર્યું છે. કતાર જેવા દેશોએ આશા વ્યક્ત કરી છે કે આ મંત્રણા કોઈ મોટા અને કાયમી કરાર તરફ દોરી જશે, જેનાથી મધ્ય પૂર્વમાં સુરક્ષા અને સ્થિરતા વધશે. હાલમાં સમગ્ર વિશ્વની નજર આગામી સપ્તાહે યોજાનારી બીજા તબક્કાની બેઠક પર છે.

Middle East Conflict:આરબ દેશોએ અમેરિકાને આપી લીલી ઝંડી! ઈરાન પરના હુમલા તેજ કરવા ટ્રમ્પ પર વધ્યું દબાણ.
US-Iran War:ટ્રમ્પના એક આદેશથી ઈરાનમાં મચ્યો હાહાકાર: ઈસ્ફહાનમાં બંકર-બસ્ટર બોમ્બથી સર્જાયા વિનાશના દ્રશ્યો, જુઓ અમેરિકી હુમલાનો એ વીડિયો જેનાથી દુનિયા કાંપી ઉઠી!
US-Iran War:યુદ્ધ અમેરિકા લડશે પણ પૈસા આરબ દેશો આપશે? ટ્રમ્પનો એવો માસ્ટર પ્લાન જેનાથી ખાડી દેશોની ઉંઘ હરામ થઈ ગઈ!
Iran Drone Attack: ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ભૂકંપ: દુબઈ પોર્ટ પર ટેન્કર પર હુમલો થતા તેલના ભાવ વધવાની આશંકા, ઈરાન-કુવૈત વચ્ચે તણાવ આસમાને
Exit mobile version