News Continuous Bureau | Mumbai
US presidential elections 2024: દિવાળીના દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મોજુદા ચૂંટણીના ટોપ કન્ટેન્ડર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ધડાકો કર્યો છે. પોતાની દિવાળીની શુભેચ્છા પોસ્ટમાં તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માં લોકશાહીની સરકાર ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. પોતાની વાત કરતા તેમણે વચન આપ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટા છે તો તેઓ બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય અપાવશે.
આ સમાચાર પણ વાંચો : Dengue Eggs Spread: ડેન્ગ્યુના મચ્છર મુશ્કેલ પરિસ્થિતિમાં, પાણી વગર પણ જીવી શકે છે…IITના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કર્યો ખુલાસો..
ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આરોપ થઈ રહ્યા છે કે બાંગ્લાદેશની સરકાર પાડવા પાછળ હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા ની પાર્ટી એટલે કે જે પાર્ટી થી કમલા હરીશ ચૂંટણી લડી રહ્યા છે તે પાર્ટીનો હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેની પાછળ અમેરિકાનો દોરી સંચાર છે. બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને કારણે ભારત ની હાલત કફોડી થઈ છે. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે તેનાથી અમેરિકાના મોટાભાગના હિન્દુ વોટરો તેમના તરફી થાય તેવું લાગે છે.