USIran War| યુદ્ધની આશંકા? ઈરાનના શાસકો પર ડોનાલ્ડ ટ્રમ્પનો કટાક્ષ, જાણો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કેમ કરી આવી ટિપ્પણી

USIran War| અમેરિકાની આર્થિક નાકાબંધીથી ઈરાન પાયમાલ; ટ્રમ્પે સૈન્ય ઓપરેશનના આપ્યા સંકેત, કહ્યું 'ઈરાન ગમે તે ભોગે સમજૂતી કરવા માટે તલપાપડ'

by Akash Rajbhar
USIran War|  યુદ્ધની આશંકા? ઈરાનના શાસકો પર ડોનાલ્ડ ટ્રમ્પનો કટાક્ષ, જાણો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કેમ કરી આવી ટિપ્પણી

 

News Continuous Bureau | Mumbai

USIran War| અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી યુદ્ધ શરૂ કરવાના સંકેત આપીને વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર વિચાર કરી શકે છે. તેમણે ઈરાનના નેતૃત્વમાં ચાલી રહેલી અનિશ્ચિતતા તરફ ઈશારો કરતા કહ્યું કે, ત્યાં ખરેખર શાસન કોણ ચલાવી રહ્યું છે તે કોઈને ખબર નથી.

સૈન્ય ઓપરેશન અને યુદ્ધની શક્યતા

ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી યુદ્ધ શરૂ કરવાની શક્યતાને નકારી નથી. તેમણે કહ્યું, “મને ખબર નથી કે આપણને તેની જરૂર પડશે કે નહીં, પરંતુ કદાચ આપણને તેની જરૂર પડી શકે છે.” જોકે, ટ્રમ્પે તેને ‘યુદ્ધ’ કહેવાને બદલે ‘મિલિટ્રી ઓપરેશન’ કહેવાનું વધુ પસંદ કર્યું હતું. તેમના મતે, ઈરાન પર લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી ખૂબ જ સફળ રહી છે અને તેની અસર ઈરાનની સૈન્ય ક્ષમતા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

ઈરાનની સૈન્ય અને આર્થિક સ્થિતિ પાયમાલ

ટ્રમ્પનો દાવો છે કે અમેરિકી નાકાબંધીને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે. તેમને તેલના વેચાણમાંથી કોઈ આવક મળી રહી નથી. ટ્રમ્પે આંકડા આપતા જણાવ્યું કે, ઈરાનની નેવી અને એરફોર્સ લગભગ ખતમ થઈ ચૂકી છે. તેમની ડ્રોન ફેક્ટરીઓ 82% અને મિસાઈલ ફેક્ટરીઓ 90% સુધી બંધ થઈ ગઈ છે. આ જ કારણ છે કે ઈરાન હવે કોઈપણ ભોગે અમેરિકા સાથે સમજૂતી કરવા માટે બેકરાર છે.

માનવાધિકાર ઉલ્લંઘનનો ગંભીર આક્ષેપ

ટ્રમ્પે તેહરાનના ઇસ્લામિક શાસન પર પોતાના જ લોકોનું દમન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા બે મહિનામાં ઈરાનમાં આશરે 42,000 લોકોની હત્યા કરવામાં આવી છે, જે આંકડો ઈરાન સરકાર દ્વારા બતાવવામાં આવેલા આંકડા કરતા ઘણો વધારે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવાની મંજૂરી કોઈપણ સંજોગોમાં આપવામાં આવશે નહીં.

👉 આ સમાચાર વાચો:
Sri Lanka Cricket Controversy। શ્રીલંકા ક્રિકેટમાં શરમજનક ઘટના મહિલા ખેલાડીઓનો બાથરૂમ વીડિયો બનાવતા બે અંડર19 ક્રિકેટરોની ધરપકડ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More