Site icon

અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહ્યા છે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રાજીનામાંની અટકળો તેજ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

06 નવેમ્બર 2020

આવતા વર્ષના પ્રારંભમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે, તેનું કારણ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પુતિનને રાજીનામું આપવાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીન કબાઇવા અને તેમની બે દીકરીઓએ કરી છે. દાવો કરાઇ રહ્યો છે કે પુતિન પાર્કિંસન બીમારીથી ઝઝૂમી રહ્યા છે. તાજેતરમાં આવેલી તસવીરો બાદ પુતિનની બીમારીની અટકળો વધુ તેજ થઇ ગઇ છે.

 

લગભગ 20 વર્ષથી રશિયા પર શાસન કરી રહેલા પુતિન વિશે, મોસ્કોના રાજકીય વિજ્ઞાની વલેરી સોલોવેઇ એ એક બ્રિટિશ અખબારને જણાવ્યું હતું કે રૂસી રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની બે દીકરીઓ પુતિનને રાજીનામું આપવા માટે જોર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'પુતિનનો એક પરિવાર છે અને તેનો રશિયન રાષ્ટ્રપતિ પર ઊંડો પ્રભાવ છે. તેમના કહેવા મુજબ, પુતિન જાન્યુઆરીમાં સત્તા કોઈ બીજાને સોંપી શકે છે. '' તેમણે આગળ કહ્યું હતું કે શકય છે કે રાષ્ટ્રપતિ પાર્કિંસનથી ઝઝૂમી રહ્યા છે અને તાજેતરની તસવીરોમાં તેમની આ બીમારીના લક્ષણ દેખાયા છે. પુતિન તાજેતરમાં જ સતત પોતાના પગ આમ તેમ કરતા દેખાયા હતા અને નિષ્ણાતોના મતે રૂસી રાષ્ટ્રપતિ દર્દથી પીડાતા હતા. આ દરમ્યાન પુતિને એક હાથમાં કંઇક લીધું હતું અને નિષ્ણાતોનો દાવો છે કે તેમાં દવાઓ હતી. 

ઉલ્લેખનીય છે કે પુતિનના રાજીનામાંની અટકળો એવા સમયે તેજ થઇ ગઇ છે જ્યારે રૂસી સાંસદ એક બિલને લાવવા પર વિચાર કરી રહ્યા છે તેના અંતર્ગત ગુનાહિત કાર્યવાહીથી તેમને આજીવન છૂટ મળી જશે. આ નવા બિલને ખુદ પુતિને જ રજૂ કર્યું હતું અને તેમના મતે પુતિનને જીવતા રહેવા સુધી તેમને કાયદાકીય કાર્યવાહીથી છૂટ રહેશે અને રાજ્યની તરફથી તેમને તમામ સુવિધાઓ મળતી રહેશે.

Gaza War: UN ની નવી ચેતવણી: ગાઝામાં ઈઝરાયેલે 13 પરમાણુ બોમ્બ જેટલો વિનાશ વેર્યો, કાટમાળ હટાવવામાં જ લાગશે અધધ આટલા વર્ષ
Afghanistan-Pakistan: પાક.ના દિગ્ગજ નેતાઓને કાબુલનો કડક જવાબ: સંરક્ષણ મંત્રી અને ISI ચીફને વિઝા નહીં! અફઘાનિસ્તાન-પાક. સંબંધોમાં તિરાડ
Madagascar: નેપાળ બાદ આ દેશમાં Gen-Z યુવાનો રસ્તા પર, ઉગ્ર પ્રદર્શનો અને સત્તાપલટાના ડરથી રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
Donald Trump: પાકિસ્તાન ના વડાપ્રધાન શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા પીએમ મોદીના ભરપૂર વખાણ, વિડીયો થયો વાયરલ!
Exit mobile version