ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
હાલ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝાપટ્ટી પાસે એક નાનું યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધ મોટા યુદ્ધમાં તબદીલ થવા જઈ રહ્યું છે. ઈઝરાયલે પોતાની સરહદ પર સૈન્ય, રોકેટ અને ટેન્કરો ગોઠવી દીધાં છે. અત્યાર સુધી થયેલા હુમલામાં 103 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 27 બાળકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ હમાસ દ્વારા થયેલા હુમલામાં પોતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એ માટે ઇઝરાયલે ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી છે.
અનોખી સિદ્ધિ : નેપાળના આ પર્વતારોહકોએ ચાર દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો
ઇઝરાયલે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેઓ લડાઈ માટે પૂરી રીતે તૈયાર છે. બીજી તરફ તુર્કિસ્તાન બધા ઇસ્લામિક દેશોને એકત્રિત કરી રહ્યું છે, જેથી ઇઝરાયલ સામે યુદ્ધ કરી શકાય.
ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ#Gaza #GazaUnderAttack #Israel pic.twitter.com/Qa1oLJMCBd
— news continuous (@NewsContinuous) May 14, 2021