સ્પેનમાં માતા-પિતાને ચેતવનાર એક લાલબત્તી સમાન ઘટના બની છે. અહીં બનેલી આ ઘટના જાણીને તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને જતા પહેલા સો વખત વિચાર કરશો. એમાંય જો તમારા ઘરની બારી આવી ખુલી હોય તો તમારે ચોક્કસ સાવધાન રહેવું જોઈએ. સ્પેનના એક શહેરમાં ફ્લેટની બારીની બહાર નવું ચાલવા શીખતું બાળક બારીની સાંકડી ધાર પર ચાલતું જોવા મળે છે. આ દ્રશ્ય જોઈ સૌના જીવ અધ્ધર થઈ જાય છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નવું ચાલવા શીખતું બાળક બાલ્કનીના કિનારે ચાલ્યું અને પછી જે રીતે આવ્યો તે રીતે જ પાછો ગયો. અને આખો વિસ્તાર ફરીથી આવરી લીધો..
This is absolutely terrifying to watch. Apparently recorded in Tenerife… I always try to book ground floor rooms when on hols with the kids.. you can see why pic.twitter.com/Vxlps0aoYJ
— ᒍEᖇ ᗪI᙭Oᑎ (@JeremyDixonDJ) January 6, 2020
જોકે સદ્દનસીબે આ ઘટનામાં બાળકને બચાવી લેવાયો હતો..
આ સમાચાર પણ વાંચો : CBIએ કર્યો નવો ખુલાસો.. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ પર સંકટના સમયે વિદેશમાં ખરીદી અધધ આટલા કરોડની સંપત્તિ