ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
એશિયામાં ઉભરતા ભારતને સૌથી મોટી શક્તિ બનતા રોકવા માટે, ચીન આપડા પડોશી દેશો સાથે રાજદ્વારી ચાલ ચાલીને તેમને જાળમાં ફસાવી રહ્યું છે. ફસાવ્યા બાદ તેમને આર્થિક મદદના બહાને ફસાવી રહ્યું છે. જેમાં તે અમુક હદે સફળ રહયું છે. પરંતુ હવે પડોશી દેશોને ભારતનું મહત્ત્વ અને ચીનની લુચ્ચાઈ સમજાવાં લાગી છે.
એવોજ એક દેશ છે શ્રીલંકા.. ચીનની યુક્તિમાં ફસાઈને ભારત સામે મોરચો ખોલનારા શ્રીલંકાને ભારે નુકસાન થતાં પોતાની ભૂલ સમજાઈ છે. શ્રીલંકા હવે સમજી ગયું છે કે બંદર પર ડ્રેગન સાથે કરવામાં આવેલ સોદો એ સૌથી મોટી ભૂલ છે. દક્ષિણ એશિયાના નિષ્ણાતો કહે છે કે, શ્રીલંકાને જે રીતે પોતાની ભૂલનો અહેસાસ થયો છે, નેપાળ, બાંગ્લાદેશ હજી સુધી ચીનની યુક્તિ સમજી શક્યા નથી.
શ્રીલંકાના વિદેશ સચિવ જયનાથ કોલોમ્બેજે એક ટીવી ઇન્ટરવ્યૂ માં જાહેરમાં કહ્યું કે "શ્રીલંકા તટસ્થ વિદેશ નીતિને અનુસરવા માંગે છે પરંતુ વ્યૂહાત્મક અને સુરક્ષાના મામલામાં 'ભારત ફર્સ્ટ'ની નીતિનું પાલન કરશે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી દેશની સુરક્ષાની વાત છે ત્યાં સુધી અમે ભારતને અગ્રતા આપીશું. કોલંબેજે પોતાના નિવેદનમાં કબૂલાત કરી કે 99 વર્ષ સુધી હેમ્બન્ટોટા બંદરને ચીન ભાડે આપવું એ આપણી સૌથી મોટી ભૂલ હતી.
મહિન્દા રાજપક્ષે રાષ્ટ્રપતિ બન્યા બાદ શ્રીલંકામાં ચીનની દખલ વધી હતી. શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિ કથળી રહી હતી જેનો ફાયદો ચીને ઉઠાવ્યો અને શ્રીલંકામાં ભારે રોકાણ કર્યું ત્યાર બાદ વિકસિત હેમ્બન્ટોટા બંદરને 99 વર્ષ માટે લીઝ પર મેળવી લીધું આમ હવે 99 વર્ષ સુધી ચીનની શ્રીલંકામાં દખલ રહેશે.. ચીન આવી જ ચાલ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં પણ ચાલી રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com