Site icon

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખની ગંભીર ચેતવણી.. ભવિષ્યમાં કોરોના જેવી બીજી મહામારીનો સામનો કરવા સજ્જ થઈ જાઓ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 સપ્ટેમ્બર 2020 

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ કોરોના જેવી બીજી મહામારી માટે તૈયાર રહે.  WHOના વડા ડૉ. ટેડ્રોસ ગ્રેબેસીસે કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ કોરોના જેવી બીજી મહામારી આવતાં પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઇએ નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે.

ડૉ. ટેડ્રોસે કહ્યું કે નોવેલ કોરોનાવાયરસના લીધે 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-19 એ, માત્ર ડિસેમ્બર 2019 થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે અને હજુ પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું  મુશ્કેલ થઇ રહ્યું છે.

WHOના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે 'ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે. પરંતુ દુનિયા પર બીજી કોઈ મહામારી હુમલો કરે તે પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ.' દુનિયાભરના દેશોએ સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ અને ઉત્પાદન કરવું જોઈએ.  ઉત્પાદનને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય.

WHOના એક એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના  વાયરસની રસી મળી શકશે એવી સંભાવના ઓછી છે. નોંધનીય છે કે  ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version