News Continuous Bureau | Mumbai
World’s Most Expensive Party: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. આ લગ્નમાં વિશ્વભરની સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ, બોલીવુડ અને હોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી. આ લગ્નમાં થયેલા ખર્ચની ચર્ચા હાલ દેશમાં ચાલી રહી છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર આ લગ્નમાં લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કારણે તેને સૌથી મોંઘા લગ્ન ( Expensive Wedding ) માનવામાં આવે છે. પરંતુ એવું નથી આનાથી પણ વધુ મોંઘી પાર્ટી આ પહેલા થઈ હતી. આ પાર્ટી 1971માં ઈરાનના છેલ્લા રાજા મોહમ્મદ રેઝા શાહ પહેલવીએ આપી હતી. આ પાર્ટી પર્સિયન સામ્રાજ્યની 2,500મી વર્ષગાંઠ નિમિત્તે આપવામાં આવી હતી. આ પાર્ટીમાં 10 કરોડ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે આજના હિસાબે વિચાર કરીએ તો તે સમય દરમિયાન પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં વિશ્વભરના રાજાઓ, મહારાજાઓ, રાષ્ટ્રપતિઓ અને હોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી.
આ પાર્ટી મોહમ્મદ રેઝા શાહ પહેલવી ( Mohammad Reza Pahlavi ) દ્વારા આપવામાં આવી હતી અને ત્રણ દિવસ સુધી ચાલી હતી. પેરિસની ( Paris ) સૌથી મોંઘી હોટેલોના શેફને આમાં ભોજન બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પાર્ટી માટે 8 ટન રાશનની જરૂર પડી હતી. તો 2700 કિલો માંસનો ઉપયોગ થયો હતો. શેમ્પેનની 2500 બોટલનો આ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરગન્ડી વાઇનની 1000 બોટલનું આમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો 10,000 સોનાની થાળીઓમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. રણમાં ટેન્ટ સિટી બનાવીને મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટેન્ટ સિટી બનાવવા માટે 40 ટ્રક અને 100 એરોપ્લેનમાંથી સામાનને ફ્રાન્સમાંથી લાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Mumbai: મુંબઈ એરપોર્ટના હાઈ ફ્રિકવન્સી રિસીવિંગ સ્ટેશનને ગોરાઈમાં સ્થાનાંતરિત કરો, આશિષ શેલારની ઉડ્ડયન મંત્રીને માંગ.. જાણો વિગતે.
World’s Most Expensive Party: આ પાર્ટીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનું નામ નોંધાયું હતું…
ત્રણ દિવસ સુધી ચાલેલી આ પાર્ટીના સમાચાર તે સમયે મીડિયામાં પણ ચર્ચાયા હતા. તેનો ખર્ચ ( Party Expense ) પણ જાહેર થયો હતો. જે બાદ ઈરાનના લોકોએ શાહનો વિરોધ શરૂ કર્યો હતો. આ બાદ 1979 માં, દેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જેથી શાહ પરિવારે દેશ છોડવો પડ્યો હતો. ત્યારપછી આયાતુલ્લા ખુમેની ઈરાનમાં ( Iran ) પરત ફર્યા અને આ દેશમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરી.
આધુનિક ઇતિહાસની આ સૌથી મોંઘી પાર્ટી હોવાનું કહેવાય છે. જેથી આ પાર્ટીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ( Guinness World Records ) પણ તેનું નામ નોંધાયું હતું. તે સમયના ખર્ચ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તે વિશ્વની સૌથી મોંઘી પાર્ટી હતી.
