Ayurvedic Potli: આયુર્વેદિક પોટલીથી વાળની વૃદ્ધિ માં થશે વધારો, જાણો તેને બનાવવાની રીત

Ayurvedic Potli: વાળ નું ખરવું, ડ્રાયનેસ અને ગ્રોથ ન થતી સમસ્યાઓ માટે આયુર્વેદિક ઉપાય અસરકારક

by Zalak Parikh
Ayurvedic Potli Can Boost Hair Growth Naturally, Learn How to Make It

News Continuous Bureau | Mumbai

Ayurvedic Potli: લાંબા અને ઘાટા વાળ દરેક મહિલાની ઈચ્છા હોય છે, પણ આજકાલ પ્રદૂષણ, ખોટો ખોરાક અને તણાવ ના કારણે વાળની વૃદ્ધિ અટકી જાય છે. ન્યુટ્રિશનિસ્ટ ના જણાવ્યા મુજબ, વાળના ઝડપ અને ગ્રોથ માટે આયુર્વેદિક પોટલી ખૂબ જ અસરકારક છે. આ પોટલી ઘર પર સરળતાથી બનાવી શકાય છે અને તેનો ઉપયોગ નિયમિત કરવાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે.

આયુર્વેદિક પોટલી બનાવવાની રીત

આ પોટલી બનાવવા માટે ની સામગ્રી :

  • 1 નાનો ચમચો કલौंજી (Kalonji)
  • 1 નાનો ચમચો મેથી દાણા (Methi Dana)
  • 10-11 લવિંગ (Clove)

આ તમામ સામગ્રીને તપેલીમાં શેકી લો. પછી તેને એક સાફ કપાસના કપડામાં બાંધીને પોટલી બનાવી લો

પોટલીનો ઉપયોગ કેવી રીતે કરવો?

તૈયાર પોટલીને હળવી ગરમ કરીને સ્કાલ્પ પર 5-10 મિનિટ સુધી સર્ક્યુલર મોશન માં મસાજ કરો. આથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળની વૃદ્ધિમાં મદદ મળે છે. નિયમિત ઉપયોગથી વાળના ખરવામાં ઘટાડો થાય છે અને ડેન્ડ્રફ પણ ઘટે છે.

આ સમાચાર પણ વાંચો : Grey Hair: સમય પહેલા સફેદ થતા વાળથી પરેશાન છો? કલર નહીં, ઘર માં રહેલી આ વસ્તુઓ નું કરો સેવન

આયુર્વેદિક પોટલીના ફાયદા

  • વાળના મૂળ મજબૂત થાય છે
  • વાળમાં ચમક આવે છે
  • ડેન્ડ્રફ અને ડ્રાયનેસ ઘટે છે
  • નેચરલ રીતે વાળની વૃદ્ધિ થાય છે
  • કોઈ કેમિકલ વગર ઘરેલું ઉપાયથી લાભ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like