News Continuous Bureau | Mumbai
Chitrangda Singh Beauty Secret: એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ 49 વર્ષની ઉંમરે પણ યુવા અને ગ્લોઇંગ સ્કિન માટે જાણીતી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે તે કોઈ મોંઘા કે કેમિકલવાળા બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતી નથી. તે માત્ર ઘરના રસોડાની 3 વસ્તુઓથી બનેલા પેસ્ટથી ત્વચાની સંભાળ લે છે – બેસન , દહીં અને દૂધ
ચિત્રાંગદા સિંહ ની હોમમેડ ફેસ પેસ્ટ
આ પેસ્ટ બનાવવી ખૂબ જ સરળ છે. એક બાઉલમાં બેસન લો, તેમાં દહીં ઉમેરો અને પછી થોડું દૂધ નાખો. બધું સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 20 મિનિટ માટે ફ્રિજમાં ઠંડું કરો અને પછી ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી હળવા હાથે ધોઈ લો. આ પેસ્ટ ત્વચાને સ્પોટલેસ અને ગ્લોઇંગ બનાવે છે.
બેસન, દહીં અને દૂધના ફાયદા
- બેસન: ત્વચાને exfoliate કરે છે, ડલનેસ દૂર કરે છે અને ટેનિંગ હટાવે છે.
- દહીં: લેક્ટિક એસિડથી ત્વચાને નરમ અને તાજી બનાવે છે.
- દૂધ: ત્વચા ને મોશચુરાઈઝ કરે છે અને પોષણ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Almond oil : ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે બદામના તેલનો આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા..
100% નેચરલ અને સસ્તો ઉપાય
આ પેસ્ટમાં કોઈ કેમિકલ નથી, એટલે કે કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. ચિત્રાંગદા કહે છે કે આ પેસ્ટ ત્વચાને અંદરથી હેલ્ધી બનાવે છે અને લાંબા સમય સુધી યુવા દેખાવા માટે મદદ કરે છે. જો તમે પણ ચમકતી ત્વચા ઈચ્છો છો, તો આ પેસ્ટ તમારા સ્કિન કેર રૂટિનમાં જરૂરથી ઉમેરો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)