News Continuous Bureau | Mumbai
Hair protein mask પ્રોટીનને જે રીતે મસલ્સ માટે આવશ્યક માનવામાં આવે છે, તેટલું જ તે દમકતી ત્વચા અને ચમકદાર વાળ માટે પણ જરૂરી છે. તેની ઉણપથી વાળ ડેમેજ અને નબળા થઈને તૂટવા લાગે છે. ડાયટમાં પ્રોટીન સામેલ કરવા ઉપરાંત હેર કેર પ્રોડક્ટ્સમાં પણ તેને સામેલ કરવાનું ભૂલશો નહીં.આપણા વાળ કેરેટીન નામના એક પ્રોટીનથી જ બનેલા છે અને તેના સ્વાસ્થ્યમાં પ્રોટીનની ભૂમિકા ઘણી મહત્ત્વની ગણાય છે.જો તમારા વાળ હીટ સ્ટાઇલિંગ, કલર ટ્રીટમેન્ટ કે વધુ સ્ટાઇલિંગના કારણે નબળા, બેજાન થઈ ગયા હોય અથવા તેમાં મોઇશ્ચર ઓછું થઈ ગયું હોય, તો પ્રોટીનથી ભરપૂર ડાયટ અને પ્રોટીનયુક્ત હોમ રેમેડી તમારા માટે મદદરૂપ થઈ શકે છે.
કયા પ્રકારના વાળ માટે વધુ ફાયદાકારક
પ્રોટીન ટ્રીટમેન્ટ ખાસ કરીને નીચે આપેલા વાળ માટે વધારે ફાયદાકારક હોય છે:
પાતળા અને કેમિકલથી ટ્રીટ કરેલા વાળ
વાંકડિયા (કર્લી) વાળ
બેમોઢા (split ends) અને નબળા વાળ
આ સમાચાર પણ વાંચો: MGNREGA: ગ્રામીણ રોજગાર માટે નવો નિયમ! સરકાર લાવશે ‘VB-G RAM G’, MGNREGA થી કઈ રીતે અલગ હશે?
ઘરે બનાવો નેચરલ પ્રોટીન માસ્ક
જો તમે સલૂન ને બદલે ઘરે તમારા વાળને પ્રોટીનનું પોષણ આપવા માંગો છો, તો તમે નીચે આપેલી વસ્તુઓમાંથી માસ્ક તૈયાર કરી શકો છો:
૧. એગ-યોગર્ટ માસ્ક (ઇંડું-દહીં માસ્ક)
ફાયદા: ઇંડાના સફેદ ભાગમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, ખાસ કરીને કેરેટીન. તેનાથી વાળને મજબૂતી મળે છે અને તે મુલાયમ બને છે.
બનાવવાની રીત: ઇંડાનો સફેદ ભાગ અને દહીંને ફીણી લો. તેને અડધા કલાક માટે માથા પર લગાવીને રાખો. પછી પાણીથી ધોઈને શેમ્પૂ અને કન્ડિશનર કરો.
૨. યોગર્ટ-હની માસ્ક (દહીં-મધ માસ્ક)
બનાવવાની રીત: તમારા વાળની લંબાઈના હિસાબે ૩-૪ ચમચી દહીં અને ૧ ચમચી મધ લઈને સારી રીતે મિક્સ કરી લો.
લગાવવાની રીત: તેને વાળની મધ્ય લંબાઈથી લઈને છેડા સુધી લગાવો. ૧૫-૨૦ મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ગરમ પાણીથી ધોઈને કન્ડિશનર લગાવો.
૩. કોકોનટ મિલ્ક માસ્ક (નાળિયેરનું દૂધ)
ફાયદા: સૂકા, બેજાન વાળ પર નાળિયેરનું દૂધ અદ્ભુત અસર દર્શાવે છે. તે ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે વાળને ભરપૂર પોષણ આપે છે. આ પ્રોટીનની ઉણપ પૂરી કરવા અને ડેન્ડ્રફ (ખોડો) ઓછો કરવામાં મદદ કરે છે.
બનાવવાની રીત: એક નાની વાટકીમાં ૩-૪ ચમચી નાળિયેરનું દૂધ ગરમ કરો. તેનાથી માથાની ચામડી (સ્કૅલ્પ) ની મસાજ કરો અને રાતભર ટુવાલથી વીંટાળીને રાખો. બીજા દિવસે શેમ્પૂ અને કન્ડિશનર લગાવીને વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર કોકોનટ મિલ્કનો ઉપયોગ સારો રિઝલ્ટ આપી શકે છે.