Site icon News Continuous Bureau | Mumbai

Glowing Skin Home Remedies પૈસાની બચત અને ચહેરા પર નૂર રસોડામાં રાખેલી મસૂરની દાળ બદલી દેશે તમારો લુક, જાણો ૭ દિવસનો ખાસ સ્કીન કેર પ્લાન

Glowing Skin Home Remedies આયુર્વેદિક એક્સપર્ટ નો અચૂક ઘરેલું નુસખો માત્ર એક અઠવાડિયામાં જ કરચલીઓ, કાળા ડાઘ અને ટેનિંગથી મળશે કાયમી મુક્તિ

Glowing Skin Home Remedies  પૈસાની બચત અને ચહેરા પર નૂર રસોડામાં રાખેલી મસૂરની દાળ બદલી દેશે તમારો લુક, જાણો ૭ દિવસનો ખાસ સ્કીન કેર પ્લાન

Glowing Skin Home Remedies પૈસાની બચત અને ચહેરા પર નૂર રસોડામાં રાખેલી મસૂરની દાળ બદલી દેશે તમારો લુક, જાણો ૭ દિવસનો ખાસ સ્કીન કેર પ્લાન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Glowing Skin Home Remedies ચમકદાર, બેદાગ અને સોફ્ટ સ્કિન મેળવવી એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે લોકો બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત સ્કિન કેર પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, છતાં ઘણીવાર ધારીયુ પરિણામ મળતું નથી. આવા સમયે આયુર્વેદિક અને કુદરતી ઘરેલું નુસખાઓ (Home Remedies) સૌથી વધુ અસરકારક અને સસ્તા સાબિત થાય છે. આયુર્વેદિક કન્સલ્ટન્ટ એ મસૂરની દાળનો એક ખાસ ‘૭ ડે ચેલેન્જ’ (7 Day Challenge) શેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જો યોગ્ય પદ્ધતિથી મસૂરની દાળનો ફેસ પેક લગાવવામાં આવે, તો માત્ર ૭ જ દિવસમાં ચહેરો આશ્ચર્યજનક રીતે ગ્લોઇંગ અને સોફ્ટ બની જાય છે.

Glowing Skin Home Remedies – ફેસ પેક બનાવવાની રીત: દેશી ઘીમાં શેકેલી મસૂરની દાળ અને કાચું દૂધ કરશે અદભુત કામ

ધૂળ, માટી, પ્રદૂષણ અને સૂર્યના કિરણોના કારણે જો તમારી ત્વચા ડલ એટલે કે નિસ્તેજ થઈ ગઈ હોય, તો આ ફેસ પેક રામબાણ ઈલાજ છે. આ આયુર્વેદિક ફેસ પેક (Face Pack) બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ છે:
સ્ટેપ ૧: સૌ પ્રથમ બે ચમચી લાલ મસૂરની દાળ (Red Lentils) લો અને તેને એક કડાઈમાં થોડું દેશી ઘી નાખીને ધીમા તાપે હલકી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ધ્યાનમાં રાખવું કે દાળ બળી ન જાય.
સ્ટેપ ૨: દાળ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેને થોડીવાર માટે ઠંડી થવા દો.
સ્ટેપ ૩: હવે આ ઘીમાં શેકેલી ઠંડી થયેલી દાળમાં જરૂર મુજબનું કાચું દૂધ (Raw Milk) મિક્સ કરો. કાચા દૂધમાં રહેલું લેક્ટિક એસિડ (Lactic Acid) ત્વચાના મૃત કોષો એટલે કે ડેડ સ્કિનને દૂર કરવામાં અને ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
સ્ટેપ ૪: આ મિશ્રણને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસીને એક મુલાયમ પેસ્ટ (Smooth Paste) તૈયાર કરી લો. આ સાથે જ તમારો આયુર્વેદિક ફેસ પેક તૈયાર છે.

Glowing Skin Home Remedies – રાત્રે સુતા પહેલા ૧૫ મિનિટ માટે લગાવો, ત્વચાનું ટેક્સચર સુધરશે

એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર, આ ફેસ પેકનો ઉપયોગ નિયમિતપણે રોજ રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ. સૌથી પહેલા તમારા ચહેરાને ફેસવોશ અથવા સાદા પાણીથી સારી રીતે સાફ (Clean) કરી લો. ત્યારબાદ આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર બરાબર લગાવી લો. આ ફેસ પેકને ચહેરા પર આશરે ૧૫ મિનિટ માટે સુકાવા દો. ૧૫ મિનિટ પછી નવશેકા પાણીથી હળવા હાથે ચહેરા પર મસાજ (Massage) કરતા કરતા આ પેકને ધોઈ નાખો. આના નિયમિત ઉપયોગથી ત્વચાના ઓપન પોર્સ (Open Pores) અને કાળા ડાઘ-ધબ્બાની સમસ્યા ધીમે-ધીમે હળવી થવા લાગે છે.

Glowing Skin Home Remedies – ૭ દિવસમાં કમળના ફૂલ જેવી મુલાયમ અને બ્રાઈટ બનશે સ્કિન

જો તમે સતત ૭ દિવસ સુધી આ ચેલેન્જ પૂરો કરશો, તો તમારી ત્વચાનું ટેક્સચર (Skin Texture) અદભુત રીતે સુધરી જશે. ચહેરો કમળના ફૂલની પાંખડીઓ જેવો મુલાયમ, ફ્રેશ અને તેજસ્વી દેખાવા લાગશે. બજારના કેમિકલયુક્ત બ્લીચ કે ફેસિયલ વગર જ ચહેરા પર કુદરતી નિખાર આવી જશે. જો કે, કોઈપણ નવો ઘરેલું નુસખો ચહેરા પર અજમાવતા પહેલા ત્વચાના પ્રકાર (Skin Type) મુજબ કાનની પાછળ પેચ ટેસ્ટ (Patch Test) કરી લેવો હિતાવહ છે, જેથી કોઈ એલર્જીની સંભાવના ન રહે.

👉 આ સમાચાર વાચો:
Best Time to Drink Black Coffee ખાલી પેટે બ્લેક કોફી પીવી એ અમૃત કે ઝેર? જાણો સાયન્સ શું કહે છે અને દિવસભરમાં કોફી પીવાનો બેસ્ટ સમય કયો છે

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version