Site icon News Continuous Bureau | Mumbai

Glowing Skin Tips। મોંઘા ફેશિયલને ટક્કર આપશે તરબૂચની વેસ્ટ છાલ! માત્ર ૧૦ મિનિટમાં મેળવો ચાંદ જેવો ચમકતો ચહેરો

Glowing Skin Tips। ઉનાળાની ઋતુમાં ત્વચાને હાઇડ્રેટ અને ગ્લોઇંગ રાખવા માટે સુપરફૂડ તરબૂચની નકામી છાલ સાબિત થશે વરદાન, સનબર્ન અને ટેનિંગમાંથી મળશે મુક્તિ.

Glowing Skin Tips। મોંઘા ફેશિયલને ટક્કર આપશે તરબૂચની વેસ્ટ છાલ! માત્ર ૧૦ મિનિટમાં મેળવો ચાંદ જેવો ચમકતો ચહેરો

Glowing Skin Tips। મોંઘા ફેશિયલને ટક્કર આપશે તરબૂચની વેસ્ટ છાલ! માત્ર ૧૦ મિનિટમાં મેળવો ચાંદ જેવો ચમકતો ચહેરો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Glowing Skin Tips। ઉનાળાની ગરમીમાં ત્વચાને સુંદર, ચમકતી અને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સ અને સ્કીન કેર રૂટિન ફોલો કરતી હોય છે. પરંતુ, ત્વચા માટે સૌથી બેસ્ટ અને અસરકારક ટ્રીટમેન્ટ ઘરેલું ઉપચારોને માનવામાં આવે છે, કારણ કે તે સંપૂર્ણપણે કુદરતી હોય છે અને તેની કોઈ આડઅસર થતી નથી. ગરમીની ઋતુમાં સ્વાસ્થ્ય માટે સુપરફૂડ ગણાતું તરબૂચ માત્ર ખાવામાં જ નહીં, પરંતુ તેની ફેંકી દેવાતી છાલ પણ સ્કીનને ચમકાવવા માટે અદ્ભુત કામ કરી શકે છે. તરબૂચની છાલનો અલગઅલગ રીતે ઉપયોગ કરીને તમે ચહેરા પર ફેશિયલ જેવો ગ્લો મેળવી શકો છો.

ઠંડી છાલથી ચહેરા પર સીધો મસાજ કરવાથી ત્વચાને મળશે ત્વરિત હાઇડ્રેશન

તરબૂચની છાલનો ચહેરા પર ઉપયોગ કરવાની આ સૌથી સરળ અને બેસ્ટ રીત છે, જે ઉનાળામાં ત્વચાને તરત જ ઠંડક આપે છે. આ માટે તરબૂચનો લાલ ભાગ ખાધા પછી, તેની અંદરના સફેદ ભાગવાળી છાલને નાના ટુકડાઓમાં કાપી લો. આ ટુકડાઓને થોડીવાર માટે ફ્રિજમાં ઠંડા થવા માટે મૂકી દો. ત્યારબાદ, આ ઠંડી છાલના અંદરના સફેદ ભાગને તમારા ચહેરા અને ગરદન પર હળવા હાથે 5 થી 10 મિનિટ સુધી ઘસો. જો તમારી સ્કીન ખૂબ જ ડ્રાય (સૂકી) રહેતી હોય, તો આ ઉપાય ત્વચાને તરત જ હાઇડ્રેટ કરે છે અને સનબર્ન તેમજ ચહેરાનો સોજો (પફીનેસ) ઓછો કરે છે.

એલોવેરા જેલ સાથે તરબૂચની છાલના રસનો ટોનર તરીકે ઉપયોગ કરો

તરબૂચની છાલને ચહેરા પર નેચરલ ટોનર તરીકે પણ સરળતાથી વાપરી શકાય છે. આ માટે છાલના સફેદ ભાગને મિક્સરમાં પીસીને તેનો રસ ગાળી લો. આ કાઢેલા રસમાં એક ચમચી એલોવેરા જેલ બરાબર મિક્સ કરી લો. હવે રૂ (કોટન પેડ) ની મદદથી આ ટોનરને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને ચહેરા પર 10 મિનિટ માટે સુકાવા દો અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આ ટોનર લગાવ્યા પછી ચહેરો થોડો ચીકણો લાગી શકે છે, તેથી તેને લગાવ્યા બાદ પાણીથી મોં ધોવું ખૂબ જ જરૂરી છે.

મધ અને દહીં મિક્સ કરીને બનાવો ફેસ પેક, બેજાન ત્વચામાં આવશે નવી ચમક

ઉનાળાની ગરમ હવાને કારણે જો તમારી ત્વચા બેજાન અને નિસ્તેજ દેખાવા લાગી હોય, તો તમે તરબૂચની છાલનો શાનદાર ફેસ પેક બનાવી શકો છો. આ માટે છાલના સફેદ ભાગને છીણી લો અથવા મિક્સરમાં પીસીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી મધ અથવા દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેકને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. મધ ત્વચામાં ભેજને લોક કરે છે અને દહીં ચહેરા પર ગ્લો લાવે છે. (નોંધ: દરેકની સ્કીન અલગ હોવાથી કોઈ પણ નુસખો અપનાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો.)

👉 આ સમાચાર વાચો:
Health Study। ખર્ચ વગર ફિટ રહેવાનો રામબાણ ઈલાજ; રોજિંદી આ નાની એક્ટિવિટી ૮ મોટી બીમારીઓ સામે આપશે સુરક્ષા કવચ!

Homemade Rose Water ત્વચામાં લાવવો છે કુદરતી ગ્લો? તો આજે જ ટ્રાય કરો ઘરે બનાવેલું આ ખાસ ગુલાબજળ!
Hair Care ડેન્ડ્રફ અને ખરતા વાળથી પરેશાન છો? ફટકડીનો આ રીતે કરો ઉપયોગ! વાળ થશે મજબૂત
hair fall in monsoon ચોમાસામાં વાળ ખરતા અને તૂટતા કેવી રીતે અટકાવવા? જાણો વાળની સુરક્ષા માટેના અસરકારક ઉપાયો
 Anti Aging Homemade Facial Gel – વધતી ઉંમર સાથે પણ ચહેરો ગુલાબની જેમ ખીલશે, ઘરની માત્ર ૪ વસ્તુઓથી બનાવો આ સ્પેશિયલ એન્ટી-એજિંગ જેલ
Exit mobile version