News Continuous Bureau | Mumbai
Hair Fall : વાળ ખરવા અને તૂટવા એ લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. આવી સ્થિતિમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાની જરૂર છે. આજે અમે તમને વાળ માટે હેર માસ્ક(hair mask) બનાવવાની રીત જણાવી રહ્યા છીએ જે વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમારા પણ વાળ ખરતા હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય(home made) અપનાવી શકો છો. જો આના પછી પણ વાળ ખરવાનું બંધ ન થાય તો તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.
પ્રથમ રીત
વાળ ખરતા અટકાવવા માટે તમે કેળાથી માસ્ક(banana mask) બનાવી શકો છો. આ માટે તમને 2 પાકેલા કેળા, ઓલિવ ઓઈલ(olive oil), કોકોનટ ઓઈલ અને મધની જરૂર પડશે. આ માસ્ક બનાવવા માટે એક બાઉલમાં બધી વસ્તુઓને મિક્સ કરી લો. પછી આ પેસ્ટને માથા અને વાળમાં સારી રીતે લગાવો. 30 મિનિટ પછી તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. કેળામાં પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ, કુદરતી તેલ અને વિટામિન હોય છે, જે વાળને ખરતા અટકાવે છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 24 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
બીજી રીત
વાળ ખરતા અટકાવવા માટે તમને એક કપ દહીં(curd), એક ટેબલસ્પૂન એપલ સાઇડર વિનેગર, એક ટેબલસ્પૂન મધની(honey) જરૂર પડશે. આ પેક બનાવવા માટે ત્રણેય ઘટકોને એક બાઉલમાં મિક્સ કરો. આ માસ્કને તમારા વાળના મૂળમાં લગાવો. હેર માસ્કને 15 મિનિટ સુધી વાળમાં રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. દહીંમાં વિટામિન બી, પ્રોટીન અને વિટામિન ડી મળી આવે છે, તે વાળના વિકાસ માટે સારું માનવામાં આવે છે. વાળને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે, તે તેમને તૂટતા અટકાવે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)