News Continuous Bureau | Mumbai
Monsoon Hair Care Routine: મોનસૂન (Monsoon) એ તાજગી અને ઠંડક લાવે છે, પણ વાળ માટે આ મોસમ સૌથી વધુ પડકારજનક હોય છે. વધતો ભેજ (Humidity) અને વરસાદી પાણીના કારણે વાળ ચીકણા, નબળા અને બેજાન બની જાય છે. એક ડોક્ટર જણાવે છે કે આ મોસમમાં વાળની ખાસ સંભાળ જરૂરી છે, જેથી વાળ તંદુરસ્ત અને મજબૂત રહે.
વરસાદી પાણીથી ભીંજાય તો તરત ધોઈ લો
શહેરોમાં વરસાદી પાણીમાં ધૂળ અને પ્રદૂષણ હોય છે, જે વાળની જડોને નબળી બનાવે છે. વરસાદમાં ભીંજાય પછી વાળને સાફ પાણીથી ધોઈ લો અને તરત સુકવી લો. ઠંડી હવા લાગવાથી વાળ તૂટવા લાગે છે.
હલ્કા તેલથી મસાજ કરો
નારિયેલ, બદામ, ઓલિવ અથવા આર્ગન તેલ (Argan Oil)થી અઠવાડિયામાં 1-2 વાર હલકું મસાજ કરો. ભારે તેલથી વાળ વધુ ચીકણા થઈ શકે છે. તેલ લગાવ્યા પછી 1 કલાક રાખો, રાત્રે રાખીને ન સૂવો.
સલ્ફેટ મુક્ત શેમ્પૂ અને કન્ડીશનર
સલ્ફેટ યુક્ત શેમ્પૂ વાળ નું કુદરતી તેલ દૂર કરે છે. તેથી હંમેશા સલ્ફેટ મુક્ત (Sulfate-Free) શેમ્પૂ વાપરો. શેમ્પૂ પછી કન્ડીશનર જરૂરથી વાપરો, જે વાળની નમી જાળવી રાખે છે.મોનસૂનમાં ખુલા વાળ રાખવા બદલે ચોટી કે બન રાખો. અઠવાડિયામાં 1-2 વાર હેર માસ્ક (Hair Mask) અથવા ડીપ કન્ડીશનિંગ કરો. આ વાળને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Mint Leaves for Dark Circles: આંખોની નીચેના કાળા ઘેરા દૂર કરવા માટે અજમાવો ફુદીના ના પત્તાંથી બનેલા ઘરેલુ નુસ્ખા
અન્ય સાવચેતી
ભીના વાળમાં કાંસકો ના ફેરવો. હંમેશા સાફ અને ધોયેલો કાંસકોવાપરો. ટુવાલ વડે વાળને હળવા હાથથી સુકવો. ટુવાલ અને કાંસકો કોઈ સાથે શેર ન કરો, જેથી ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાય.સ્ટ્રેટનર, બ્લો ડ્રાયર, હેર કલર અને કેમિકલ ટ્રીટમેન્ટથી બચો. જો ડ્રાયર વાપરવું હોય તો ‘કૂલ મોડ’ પર જ વાપરો. ગરમ હવા વાળને વધુ નબળા બનાવે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)