Site icon News Continuous Bureau | Mumbai

Makeup product: શું તમારી પણ બ્રાન્ડેડ લિપસ્ટિક 5 દિવસમાં તૂટી ગઈ? તો અપનાવો આ ટિપ્સ અને જૂના મેકઅપ પ્રોડક્ટ્સમાં ફૂંકો નવી જિંદગી

Makeup product: લિપસ્ટિક, મસ્કારા, નેલપેન્ટ, આઈલાઇનર જેવા મેકઅપ પ્રોડક્ટ્સને ફરીથી ઉપયોગી બનાવવાના સરળ હેક્સ

Try These Hacks to Revive Your Dead Makeup Products!

Try These Hacks to Revive Your Dead Makeup Products!

News Continuous Bureau | Mumbai

Makeup product: મહિલાઓ માટે મેકઅપ પ્રોડક્ટ્સ એ ઘરેણાં ની  જેમ હોય છે. જ્યારે ₹2500 જેવી બ્રાન્ડેડ લિપસ્ટિક માત્ર 5 દિવસમાં તૂટી જાય, તો દુઃખ અને ગુસ્સો બંને આવે. પણ હવે એ તૂટી ગયેલી કે સુકાઈ ગયેલી વસ્તુઓને ફેંકવાની જરૂર નથી. અહીં અમે તમને  સરળ હેક્સ  જણાવીશું, જેનાથી તમે તમારા મેકઅપ પ્રોડક્ટ્સને ફરીથી જીવંત બનાવી શકો છો.

Join Our WhatsApp Channel

તૂટી ગયેલી લિપસ્ટિકને ફરીથી જોડો

જો તમારી લિપસ્ટિક તૂટી ગઈ હોય, તો લાઇટરથી તેને થોડું પીગાળી  લો. પછી તેને ફરીથી તેના કવર માં મૂકી 15 મિનિટ માટે ફ્રિજમાં રાખો. લિપસ્ટિક ફરીથી ચોંટી જશે અને તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો.

સૂકાઈ ગયેલા મસ્કારાને ફરીથી જીવંત બનાવો

મસ્કારા સુકાઈ ગયો હોય, તો તેમાં 2 બૂંદ આઈ ડ્રોપ અથવા લેન્સ સોલ્યુશન (Lens Solution) નાખો. પછી તેને ગરમ પાણીમાં થોડા સમય માટે મૂકો. મસ્કારા ફરીથી નરમ થઈ જશે અને સરળતાથી લાગશે.

સૂકાઈ ગયેલા આઈલાઇનરને ફરીથી ઉપયોગી બનાવો

આઈલાઇનર સુકાઈ ગઈ હોય, તો તેમાં 2 બૂંદ આઈ ડ્રોપ અથવા થોડું નારિયેળ તેલ નાખો. આથી તે ફરીથી નરમ થઈ જશે અને આંખોને પણ નુકસાન નહીં પહોંચાડે.

આ સમાચાર પણ વાંચો : Blackheads vs Whiteheads: બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ એક જેવા લાગે છે, પણ છે અલગ,જાણો તેને દૂર કરવાના ઘરેલું ઉપાય

મેકઅપ પ્રોડક્ટ્સ માટે સામાન્ય કાળજી

મેકઅપ પ્રોડક્ટ્સને હંમેશા ઠંડા અને સૂકા સ્થળે રાખો. ઉપયોગ કર્યા પછી બોટલ અને ટ્યુબ્સ સારી રીતે બંધ કરો. આથી તેઓ લાંબા સમય સુધી ચાલે છે અને સુકાતા નથી.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Common Face Care Mistakes ચહેરો ધોતી વખતે ન કરો આ ભૂલો ચહેરો કાળો અને નિસ્તેજ પડી જશે, જાણો સ્કીન કેરની સાચી રીત
Homemade Collagen Cream કેમિકલવાળી ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચવાનું બંધ કરો! રસોડાની આ ૪ વસ્તુઓથી બનાવો ડીઆઇવાય ક્રીમ, કરચલીઓ થશે ગાયબ
Exit mobile version