Site icon

Turmeric For Skin : સ્કિન માટે બેસ્ટ ઔષધી છે હળદર, ઘરે જ બનાવી લો આ ફેસપેક, થશે ફાયદા..

Turmeric For Skin : જો તમે ચહેરાને નિખારવા માટે કોઈ સરળ રીત શોધી રહ્યા છો, તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. ચહેરાની ચમક વધારવા માટે માત્ર એક ચપટી હળદર પૂરતી છે.

Turmeric For Skin : DIY Turmeric Face Pack For Glowing Skin

Turmeric For Skin : DIY Turmeric Face Pack For Glowing Skin

News Continuous Bureau | Mumbai 

Turmeric For Skin  : હળદરમાં(turmeric) અનેક એવા તત્વો જોવા મળે છે, જે તેને એક શક્તિશાળી જડીબુટ્ટી બનાવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે. તેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. વર્ષોથી હળદરનો ઉપયોગ સૌંદર્ય(beauty) નિખારવામાં પણ કરવામાં આવે છે. એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હળદર ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકો છો. અહીં જાણો ત્વચાને ચમકદાર(glowing) બનાવવા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.

Join Our WhatsApp Community

 હળદરનો ફેસપેક બનાવવા માટે તમારે…

6 ચમચી ચણાનો લોટ

1 ચમચી હળદર
2 ચમચી નારંગીની છાલનો પાવડર
એક ચમચી ચોખાનો લોટ(rice flour)

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 9 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

ફેસ પેક કેવી રીતે બનાવશો

મૃત ત્વચાને દૂર કરવા ઉપરાંત, હળદર સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવામાં મદદ કરે છે. આ પેક બનાવવા માટે બધી સામગ્રી મિક્સ કરો. તમે આ ડ્રાય પેક સ્ટોર પણ કરી શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તમે તેને હવાચુસ્ત પાત્રમાં રાખો. આ પેકનો ઉપયોગ કરવા માટે, બે થી ત્રણ ચમચી પાવડર લો અને તેને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તેમાં એક ચમચી મધ, દહીં અથવા દૂધ ઉમેરો. તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

 ફેસ પેક કેવી રીતે લાગુ કરવું

આ પેક લગાવવા માટે ત્વચાને ભીની કરો અને પછી તમારા ચહેરા પર પેસ્ટ લગાવો અને મસાજ કરો. તેને થોડીવાર રહેવા દો અને પછી સારી રીતે ધોઈ લો. આ પેકનો ઉપયોગ કર્યા પછી તમને કુદરતી ચમક મળશે. ઉપરાંત, આ ફેસ પેક(face pack) ત્વચાને એક્સફોલિએટ કરશે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો
Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Exit mobile version