News Continuous Bureau | Mumbai
હેલ્દી અને મજબૂત વાળ બધાને જ ગમતા હોય છે. પણ વાળને હેલ્ધી રાખવું એટલું સહેલું નથી હોતું. આજના સમયમાં અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે વાળને ઘણા બધા નુકસાન થતા હોય છે. એટલા માટે તમારે પોતાના ડાયટ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરશો તો એનાથી તમારા વાળ પણ હેલ્ધી બનશે. આ સિવાય પણ તમારે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. જો તમારા વાળ ડ્રાય થઈ ગયા હોય તો એના માટે પણ તમારે અમુક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમારા વાળ હેલ્ધી અને શાઈની બની શકે છે. આજે અમે વાળ માટે અમુક નુસખાઓ તમને બતાવીશું. આનાથી તમારા વાળને ચોક્કસથી ફાયદો થશે.
વાળમાં ઓઇલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો એ વધારે ફાયદાકારક હોય છે. હાથમાં નાળિયેર તેલના અમુક ટીપા લઇને વાળને સ્કેલ્પમા સારી રીતે મસાજ કરવી જોઈએ. આ સિવાય વાળના એન્ડ માં પણ સારી રીતે તેલ લગાવવું જોઈએ. આવી રીતે બધા જ વાળામાં સરખી રીતે તેલ લગાવ્યા બાદ એક કલાક પછી માથું ધોય કાઢવું જોઈએ. વાળ ધોવા માટે તમે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. વાળમાં એલોવેરા જેલ લગાવવું પણ તમારા માટે ફાયદાકારક છે. વાળ ધોવાના હોય એના અડધો કલાક પહેલા વાળમાં સારી રીતે એલોવેરા જેલ લગાવો. ત્યારબાદ વાળને ધોઈ નાખો.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir : થઈ ગયું નક્કી! અયોધ્યામાં ‘આ’ દિવસે કરાશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને મોકલાયું આમંત્રણ; જાણો ભક્તો ક્યારે કરી શકશે દર્શન..
અઠવાડિયામાં એક થી બે વખત આનો ઉપયોગ કરવાથી પણ તમારા વાળની ડ્રાઇનેસ દૂર થાય છે. જો તમે ચાહો તો કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાનું માસ્ક તમારા વાળને ફાયદો પહોંચાડી શકે છે. આના માટે કેળાને મેશ કરીને એક સારું મિશ્રણ બનાવી લો. એ મિશ્રણને વાળમાં સારી રીતે એપ્લાય કરો. એને અડધા કલાક સુધી વાળમાં જ રહેવા દો. ત્યારબાદ વાળને ધોઈ લો અને શેમ્પુ પણ કરી લો. આવું કરવાથી પણ તમારા વાળની ડ્રાઇનેસ દૂર થાય છે. સાથે જ તમારા વાળ હેલ્ધી પણ બને છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)