439
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિવાહિત મહિલા કરવા ચોથનો ઉપવાસ કરતી હોય છે, પરણિતાઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કરવા ચોથ(karwa chauth)દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે ઉજવવામાં આવે છે. પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે ઉપવાસ કરતી હોય છે. માન્યતા છે આ ઉપવાસ કરવાથી પતિને લાંબી આયુ મળે છે સાથે જ દાંપત્ય જીવન પણ સુખી રહે છે.
ક્યારે ઉજવાશે કરવા ચોથ 2023 નું વ્રત
આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે અને આ ચતુર્થી તિથિ 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. આપણા સનાતન ધર્મમાં ઉદયા તિથિ પ્રમાણે તિથિઓને માન્ય ગણવામાં આવે છે. જે પ્રમાણે આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023 બુધવારના રોજ ઉજવવામાં આવશે.
કરવા ચોથ 2023 મુહૂર્ત
કરવા ચોથના દિવસે મહિલાઓ સાંજે ચોથ માતા, કરવા માતા અને ગણપતિની પૂજા(puja vidhi) કરે છે અને ચંદ્રોદય પછી ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરે છે.
- કરવા ચોથના ઉપવાસનો સમય – સવારે 06:36 – સાંજે 08:26
- કરવા ચોથ પૂજા મુહૂર્ત(muhurt) – 44 pm – 07.02 pm (1 નવેમ્બર 2023)
- ચંદ્રોદય સમય – 08:26 pm (1 નવેમ્બર 2023)
શા માટે ઉજવવામાં આવે છે કરવા ચોથ
કરવા ચોથના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને અને સરગી ખાઈને ઉપવાસ(fasting) શરૂ કરે છે. ત્યારપછી મહિલાઓ આખો દિવસ નિર્જલા વ્રત(Nirjala Vrat) કરે છે. આ બાદ સાંજે મહિલાઓ નવવધુની જેમ 16 શણગાર કરે છે અને પૂજા કરે છે. આ બાદ સાંજે ચાળણી દ્વારા પોતાના પતિનો ચહેરો જોઈ આરતી ઉતારે છે. માનવામાં આવે છે કે માતા પાર્વતીએ શિવ માટે અને દ્રૌપદીએ પાંડવો માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. કરવા ચોથ વ્રતના પ્રતાપે મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. કરવા માતા હંમેશા તેમના દામ્પત્ય જીવનની રક્ષા કરે છે અને તેમના દામ્પત્ય જીવન(married life)માં ખુશીઓ લાવે છે.