News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં દર વર્ષે જો ઘર ઘરમાં અમુક નાસ્તા(Diwali Snack) ન બને તો જાણે દિવાળી અધુરી કહેવાય. ઘણા લોકો તો મઠીયા અને ચોળાફળી ખાવા માટે દિવાળીની રાહ જોતા હોય છે. તો આવો જાણીએ મઠીયા અને ચોળાફળીની સરળ રેસિપી(simple Recipes)…
મઠિયા :

સામગ્રીઃ
- દોઢ કપ મઠનો લોટ,
- દોઢ કપ અડદનો લોટ,
- ત્રણ ચાર ચમચી ખાંડ લો.
બનાવવાની રીતઃ
એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરરી તેમા ચાર ચમચી ખાંડ નાખો. સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો.પાણીમાં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી તેને થોડુ ઠંડુ થવા દો. વાસણમાં અડદ અને મઠનો લોટ મિક્સ કરો.અજમો અમે બે ચમચી ઘી નાખી મસળી લો.લોટમાં નવસેકુ પાણી નાખી લોટ કડક બાંધી લો. 10 મિનિટ સુધી આ લોટને પરાળથી કુટી લો. પુરી જેટલી સાઇઝમાં લુવા બનાવ્યા બાદ તેને વણો અને તેલમાં તળી લો. સ્વાદિષ્ટ મઠિયા(Mathiya) તૈયાર થઇ જશે.
ચોળાફળી :
સામગ્રીઃ
2 કપ બેસન,
1 કપ અડદની દાળનો લોટ,
1 ચમચી મીઠું,
1 ચમચી બેકિંગ સોડા,
1 ચમચી સંચળ,
1 ચમચી લાલ મરચુંને મિક્સ કરી કડક લોટ બાંધો.
બનાવવાની રીતઃ
એક કલાક ઢાંકીને મુક્યા પછી તેને 8થી 10 મિનિટ સુધી મસળો.તેના સરખા માપના મીડિયમ સાઇઝના લુવા બનાવી રોટલી આકારમાં વણો. તેમાંથી લાંબી સ્ટ્રીપમાં કાપો અને તેલમાં તળો.ચોળાફળી(Cholafli) તળાઈ જાય એટલે તેની પર સંચળ, કાળામરી અને લાલ મરચું સ્પ્રિંકલ કરવું અને તમારે મિક્સ કરી દેવું.
આ સમાચાર પણ વાંચોઃ Google Pixel 8A થયો લોન્ચ, ડિઝાઇન અને ફિચર્સ જાણીને જ થઇ જશે ખરીદવાનું મન