News Continuous Bureau | Mumbai
SearchGPT : અમુક સમય પહેલા ChatGPT સર્વિસ રજૂ કરી હતી જેને કારણે અનેક લોકોને સર્ચના વિકલ્પ તરીકે એ ટૂલ ફાવી ગયું હતું. હવે, ચેટ જીપીટી એ નવી પ્રોડક્ટ રજૂ કરી છે જેનું નામ સે સર્ચ જીપીટી છે.
SearchGPT :સર્ચ જીપીટી શું છે?
સર્ચ જીપીટી એક એવું સર્ચ એન્જિન છે જે રીઅલ ટાઇમ બેઝિસ પર ગૂગલની માફક સર્ચ કરીને પરિણામો તમારી સામે રજૂ કરે છે. ગૂગલ દ્વારા રજૂ કરવામાં આવેલું ચેટ જેમિની પણ કંઈક આવું જ હતું.
આ સમાચાર પણ વાંચો : એશિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આ છે મહત્ત્વપૂર્ણ 3 AI ટૂલ્સઃ રિપોર્ટ… જાણો વિગતે.
SearchGPT : ગૂગલ જેમિની. શું છે?
ગૂગલ દ્વારા જેમિની નામની એક પ્રોડક્ટ રજૂ કરવામાં આવી હતી. જે ઓપન એઆઈને ટક્કર આપી રહ્યું હતું. પરંતુ હવે ચેટ જીપીટી પોતે પણ સર્વાઇવ કરી ગયું છે અને હવે તે ગૂગલના હરીફ તરીકે સર્ચ જીટીપી રજૂ કરી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે ગૂગલ પડકાર કઈ રીતે ઝીલે છે?