Banana vs Dates: સવારે ખાલી પેટે કેળા ખાવા કે ખજૂર? કયો આહાર સ્વાસ્થ્ય માટે છે સૌથી શ્રેષ્ઠ – જાણો ખાતા પહેલા એક્સપર્ટની આ સલાહ

Banana vs Dates: પાચન અને એનર્જી માટે ખજૂર છે ઉત્તમ વિકલ્પ, જ્યારે ખાલી પેટે કેળા ખાવાથી થઈ શકે છે નુકસાન; જાણો બંનેના ફાયદા અને સેવનની સાચી રીત.

by Akash Rajbhar
Banana vs. Dates Which is Better on an Empty Stomach Experts Reveal the Best Way to Start Your Day

News Continuous Bureau | Mumbai

Banana vs Dates: મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે, પરંતુ નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટે ફળોનું સેવન કરવું આદર્શ માનવામાં આવે છે. કેળા અને ખજૂર બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ ખાલી પેટે તે શરીર પર અલગ-અલગ અસર કરે છે. રાતભરના લાંબા ઉપવાસ પછી આપણું પાચનતંત્ર સંવેદનશીલ હોય છે, તેથી એવો આહાર લેવો જોઈએ જે પચવામાં હળવો હોય અને એસિડિટી ન કરે.

ખાલી પેટે કેળા ખાવાના ફાયદા અને ગેરફાયદા

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને નેચરલ શુગર ભરપૂર માત્રામાં હોય છે, જે તરત જ એનર્જી આપે છે. જોકે, ખાલી પેટે કેળા ખાવા દરેક માટે હિતકાવહ નથી.
ફાયદા: હૃદય અને સ્નાયુઓ માટે પોટેશિયમ ફાયદાકારક છે.
ગેરફાયદા: ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું સંતુલન બગડી શકે છે. તેનાથી એનર્જીમાં અચાનક ઉછાળો આવ્યા પછી ઘટાડો થઈ શકે છે. સંવેદનશીલ લોકોને એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
સાચી રીત: કેળાને ડ્રાય ફ્રૂટ્સ, ઓટ્સ કે દૂધ સાથે ખાવા અથવા સવારે ઉઠ્યાના થોડા કલાકો પછી ખાવા વધુ સારું છે.

આ સમાચાર પણ વાંચો : End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત 

ખજૂર – ખાલી પેટ માટે રામબાણ ઈલાજ

આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને સવારે ખાલી પેટે ખજૂર ખાવાને અત્યંત ફાયદાકારક માને છે.
ફાયદા: ખજૂર ફાઈબરથી ભરપૂર હોય છે, જે કબજિયાત દૂર કરે છે અને પાચન સુધારે છે. તે પેટ માટે હળવું છે અને એસિડિટીની શક્યતા ઓછી કરે છે. તેમાં રહેલું આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ થાક દૂર કરવામાં મદદ કરે છે.
સાચી રીત: એક્સપર્ટના મતે ૨-૩ ખજૂરને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે ખાવાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે.

અંતિમ તારણ: કેળા કે ખજૂર?

મોટાભાગના લોકો માટે ખાલી પેટે ખજૂર ખાવી એ વધુ હેલ્ધી ઓપ્શન છે કારણ કે તે લાંબા સમય સુધી એનર્જી આપે છે. જો તમને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો કેળા કરતા ખજૂર વધુ સરળતાથી પચી જાય છે. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ ફળોની માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એકંદરે, સવારે ઉઠતાની સાથે ખજૂર ખાવી પોષણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, જ્યારે કેળાને દિવસના કોઈ પણ સમયે સંતુલિત ભોજનના ભાગરૂપે લેવા જોઈએ.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More