Basil Seeds: હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યા તકમરીયા ના મોટા ફાયદા, વજન ઘટશે અને હાર્ટ રહેશે હેલ્ધી

Basil Seeds: હેલ્થ એક્સપર્ટ કહે છે કે તકમરીયા માત્ર ટ્રેન્ડ નથી, પણ તમારા ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે

by Zalak Parikh
Basil Seeds: Harvard-Trained Doctor Reveals 5 Big Health Benefits Including Weight Loss and Heart Health

News Continuous Bureau | Mumbai

Basil Seeds: તકમરીયા જેને તુલસીના બીજ અથવા બેસિલ સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, નાના દેખાય છે પણ તેના ફાયદા મોટા છે. એક હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર, આ બીજોમાં ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. પાણીમાં ભીંજવાથી આ બીજ જેલ જેવી પરત બનાવે છે, જે પાચન સુધારવા, ભૂખ ઘટાડવા અને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

પાચન તંત્ર સુધારે

તકમરીયા પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેમાં રહેલું ફાઈબર આંતરડાને પોષણ આપે છે અને કબજિયાત દૂર કરે છે. પલાળેલા  બીજ પેટ સાફ રાખે છે અને ગટ હેલ્થ સુધારે છે તકમરીયા માં સોલ્યુબલ ફાઈબર હોય છે, જે ખોરાક પછી બ્લડ શુગર સ્પાઇક્સ અટકાવે છે. તે LDL કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટ હેલ્થ સુધારે છે.આ બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને પોષણની ઉણપ દૂર કરે છે.તકમરીયા પેટમાં ફૂલીને તૃપ્તિ આપે છે, જેના કારણે ઓવરઈટિંગ અટકે છે. તેમાં કેલોરી ઓછી હોય છે, તેથી વજન વધવાનું જોખમ નથી.એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરમાં સોજો ઘટાડે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Brahma Muhurat Importance: ક્યારે બેસે છે જીભ પર માતા સરસ્વતી? બ્રહ્મ મુહૂર્તમાં કરો આ ૩ શુભ કામ, બુદ્ધિ અને વાણીમાં થશે ચમત્કારિક સુધારો!

તકમરીયા ખાવાની યોગ્ય રીત

  • હંમેશા પલાળીને  બીજ ખાવા
  • ઓછામાં ઓછા 30 મિનિટ પાણીમાં પલાળો 
  • પછી જ્યુસ, દહીં, નારિયેલ પાણી કે દૂધમાં મિક્સ કરો
  • સૂકા બીજ સીધા ન ખાવા, તેનાથી બ્લોટિંગ થઈ શકે

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like