Site icon

Brown vs White Eggs: સફેદ ઈંડુ કે બ્રાઉન ઈંડુ? ક્યુ છે બેસ્ટ અને શેમાં છે વધુ પ્રોટીન અને પોષણ

Brown vs White Eggs: બ્રાઉન અને સફેદ ઈંડા વચ્ચે પોષક તત્વોમાં મોટો તફાવત નથી, જાણો કયો વધુ લાભદાયક છે

Brown vs White Eggs Which One Offers More Nutrition and Protein?

Brown vs White Eggs Which One Offers More Nutrition and Protein?

News Continuous Bureau | Mumbai

Brown vs White Eggs: ઈંડા પ્રોટીન અને વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. બજારમાં બે પ્રકારના ઈંડા જોવા મળે છે – સફેદ અને બ્રાઉન. ઘણા લોકો માનતા હોય છે કે બ્રાઉન ઈંડા વધુ પોષક હોય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી નથી. ઈંડા ના રંગથી તેના પોષક તત્વો પર કોઈ અસર પડતી નથી. આ તફાવત માત્ર મરઘી ની જાત પર આધારિત હોય છે.

Join Our WhatsApp Community

 

ઈંડા ના રંગથી પોષણમાં તફાવત આવે છે?

નહીં. ઈંડા ની છાલ ની રંગથી પોષક તત્વોમાં કોઈ ફેરફાર થતો નથી. બ્રાઉન અને સફેદ ઈંડા બંનેમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન લગભગ સમાન હોય છે. જો મરઘી ખુલ્લા વાતાવરણમાં રહેતી હોય તો તેના ઈંડા માં વિટામિન D વધુ હોય છે.

આ સમાચાર પણ વાંચો : Arthritis Pain Relief: આર્થરાઇટિસ ના દુખાવાથી રાહત મેળવવા માટે ડાયટમાં કરો આ ફેરફાર

બ્રાઉન ઈંડા વધુ પોષક કેમ માનવામાં આવે છે?

બ્રાઉન ઈંડા સામાન્ય રીતે કદમાં મોટા હોય છે. મોટા ઈંડા માં યોલ્ક અને એગ વ્હાઇટ વધુ હોય છે, જેના કારણે તેમાં 8 ગ્રામ જેટલું પ્રોટીન અને 90 કેલોરી હોય છે. જ્યારે નાના સફેદ ઈંડા માં 6 ગ્રામ પ્રોટીન અને 60 કેલોરી હોય છે. આ તફાવત કદના આધારે છે, રંગના આધારે નહીં.

બ્રાઉન ઈંડા મોંઘા કેમ હોય છે?

બ્રાઉન ઈંડા આપતી મરઘીઓને વધુ ખોરાક આપવો પડે છે, જેના કારણે તેમના ઉછેરનો ખર્ચ વધુ હોય છે. ઉપરાંત, બ્રાઉન ઈંડા બજારમાં ઓછા પ્રમાણમાં મળે છે, જેના કારણે તેમની કિંમત વધુ હોય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ginger for Weight Loss: પેટની ચરબી ઓગાળવી છે? રસોડા નો આ ‘મસાલો’ છે રામબાણ ઇલાજ! હેલ્ધી ડાયટ સાથે તેનો કરો આ રીતે ઉપયોગ
High-Protein Foods: 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મસલ્સ રિકવરી માટે આ છે શ્રેષ્ઠ હાઈ પ્રોટીન ફૂડ્સ
Basil Seeds: હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યા તકમરીયા ના મોટા ફાયદા, વજન ઘટશે અને હાર્ટ રહેશે હેલ્ધી
Ghee Health Benefits: રોજ સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ અદભૂત ફાયદા, જાણો એક્સપર્ટ શું કહે છે
Exit mobile version